પાવાગઢ શકિતપીઠ મંદિર ટ્રસ્ટ શ્રીફળ વધેરવાની પરંપરા બંધ કરવાના વિરોધમાં વી.એચ.પી. દ્વારા આંદોલન કરવાની ચિમકી ઉચ્ચારી

પાવાગઢ,

પાવાગઢ શકિતપીઠ ખાતે સદીઓથી ચાલતી પરંપરા સાથે મંદિર ટ્રસ્ટ દ્વારા ચેડા કરવા આવ્યા છે. તેના વિરોધમાં વિશ્ર્વ હિન્દુ પરિષદ દ્વારા મામલતદારને લેખિત રજુઆત.

પાવાગઢ કાલિકા દ્વારા માતાજીના મંદિર પહેલા પગથીયા પાસે શ્રીફળ નહિ વધેરી શકે અને પાવાગઢ માતાજીના આસ્થા અને ભકિતભાવ સાથે દર્શનાર્થે આવતા ભકતો મંદિર થી ચાર કિલો મીટર દુર માંચી શ્રીફળ વધેરવાની ફરજ પડે છે. શ્રીફળ વધેરવું એ દરેક હિન્દુ આસ્થાનો વિષય છે. તેની ઉપર પ્રતિબંધ લગાવી શકાય નહિ શ્રીફળ વધેરવાની પરંપરા સદીઓથી ચાલી આવી છે. તેને અટકાવવી હિન્દુઓની આસ્થા અને ઠેસ પહોંચાડવા બરાબર છે. આ બાબતે પાવાગઢ મંદિર ટ્રસ્ટ દ્વારા લેવામાં આવેલ નિર્ણય પાછો ખેંચવામાં આવે જો પાવાગઢ મંદિર ટ્રસ્ટ નિર્ણય પરત નહિ ખેંચે તો વિશ્ર્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ મુદ્દે રાજ્યવ્યાપી જલદ આંદોલન કરવાની ચિમકી ઉચ્ચારીને મામલતદારને આવેદન આપવામાં આવ્યું.