પાવાગઢ શકિતપીઠ ખાતે પ્રથમ નોતરે દોઢ લાખ જેટલા માંઈ ભકતો દર્શન માટે ઉમટી પડયા

  • માતાજીના દર્શન માટે મોડી રાત્રીથી લઈનો લાગી.
  • ઉજ્જૈનથી આવેલ મહાકાલ મંડળ ડમરુંના તાલે માતાજીની આરતી ઉતારાઈ.
  • ડુંગર ઉપર પ્રથમ વખત શરૂ કરાયેલ આરોગ્ય સેવાથી એક વ્યકિતનો જીવ બચાવ્યો.

ગોધરા, પાવાગઢ શકિતપીઠ ખાતે નવરાત્રીના પ્રથમ દિવસે મહાકાળી માતાજીના દર્શન માટે લાખો દર્શનાર્થીઓની ભીડ ઉમટી પડી પહેલા નોરતે માતાજીના દર્શન માટે વહેલી સવારે 4 વાગ્યે મંદિરના કપાટ ખુલતાંંજ ભકતો દર્શન માટે ઉમટી પડયા હતા. મંદિરના ગર્ભગૃહ પરિસરથી પગથીયા સુધી દર્શનાર્થીઓની લાંબી કતારો લાગી હતી.

નવરાત્રીના પ્રથમ દિવસે ભકતોના અવિરત પ્રવાહ વચ્ચે મહાકાળી માતાજીની ઉજ્જૈન થી આવેલ મહાકાલ મંડળના 15 જેટલા યુવકો દ્વારા ડમરુંના તાલે જે રીતે મહાકાળ ભગવાનની આરતી થાય છે. તે રીતે મહાઆરતી કરાઈ હતી. આસો માસની નવરાત્રીના પ્રથમ દિવસે માતાજીના નિજ મંંદિરના પ્રવેશ દ્વારને ફુલોથી સજાવવામાં આવ્યા હતા. પહેલા નોરતે માતાજીના દર્શન કરવા માટે મોડી રાત્રીથી દર્શનાર્થી ભકતો જ્યાં જગ્યા મળી ત્યાં ગોઠવાઈ ગયા હતા. વહેલી સવારે નિજ મંદિર ખુલતા માતાજીના જય ધોષના નાદથી વાતાવરણ ગુંંજી ઉઠયુંં હતુંં. પાવાગઢ મંદિર ટ્રસ્ટ અને જીલ્લા વહીવટી તંંત્ર દ્વારા નવરાત્રીના પાવન પર્વએ માંઈ ભકતોના ધસારાને પહોંચી વળવા માટે વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. યાત્રાધામ ખાતે આવતાંં દર્શનાર્થીઓ માટે પીવાના પાણીની વ્યવસ્થા માટે ડુંગર ઉપર પાર્કિર્ંગ નજીક પાણીની ટાંકી અને નળની વ્યવસ્થા કરાઈ હતી. તે સિવાય અન્ય સ્થળે પીવાના પાણીની વ્યવસ્થા ઉભી નહિ કરવામાં આવતાં યાત્રાળુઓમાં ભારે રોષ જોવા મળ્યો પાણીની ટાંંકી ઉપર પાણી ભરવા માટે મહિલાઓ અને બાળકો પડાપડી કરતાં જોવા મળ્યા હતા. નવરાત્રીના પાવન પર્વમાં શકિતપીઠ આવતાં હોય તે જોતાં વધારે પીવાના પાણીની વ્યવસ્થા કરાય તેવી માંગ ઉઠી છે.

પાવાગઢ ડુંગર ખાતે દર્શનાર્થે આવતા માંઈ ભકતોના આરોગ્યને ધ્યાનમાં રાખીને આરોગ્ય લગતી સેવા ઉપલબ્ધ કરવામાં આવી છે. જેને લઈ દર્શન માટે આવેલ વ્યકિત ચાલતા ચાલતા ઢળી પડેલ વ્યકિતને હાર્ટ એટેક પહેલા લક્ષણો દેખાતા અને સારવાર આપીને જીંંદગીને ઉગારી લેવામાં આવ્યો. પાવાગઢ ડુંગર ખાતે પહેલી વખત દર્શનાર્થીઓ માટે આરોગ્ય સુવિધાની વ્યવસ્થા કરાઈ તેમાં મધ્યપ્રદેશથી આવેલ દર્શનાર્થીનો જીવ બચી જવા પામ્યો છે.