- જમીનો પર ગેરકાયદેસર કબ્જો કરી કોમર્શિયલ બાંધકામ
હાલોલ,હાલોલમાં કોર્ટની સામે અને બાજુમાં આવેલ આદિવાસીઓની કરોડોની જમીનો પર ભુ-માફિયાઓ દ્વારા ગેરકાયદેસર કબ્જો કરી કોમર્શિયલ બાંધકામો કરી દીધા છે. નગરપાલિકા દ્વારા તમામ એન્ટ્રીઓ રદ્દ કરી જમીન શ્રી સરકાર કરવા જિલ્લા કલેકટરને રિપોર્ટ કરાયો છે.
હાલોલમાં પાવાગઢ રોડ પર કોર્ટની સામે અને બાજુમાં આવેલ આદિવાસીઓની અંદાજિત 40 કરોડની જમીનો પર ભુ-માફિયાઓ દ્વારા ગેરકાયદે કબ્જો કરી કોમર્શિયલ ઓફિસો, દુકાનો સહિત પાકા બાંધકામો કરી સરકારના પ્રિમીયમના 18.50 કરોડ જેલી સરકારી જંત્રી અને પ્રિમીયમની રકમ છુપાવી સરકારની તિજોરીને નુકસાન પહોંચાડ્યાનુ હોવાનુ સપાટી પર આવ્યુ છે. હાલોલ પાલિકા વિસ્તારના પાવાગઢ રોડ પર આવેલ સર્વે નંબરો પૈકી 534/2, 534/3, 535/1, 535.3 અને સર્વે નંબર 530 સર્વે નંબરોમાં ગેરકાયદે કબ્જો કરી પરવાનગી લીધા વગર કોમર્શિયલ બાંધકામો કર્યા છે. તમામ સર્વે નંબરો વર્તમાન 7/12ની નકલોમાં ખેતી લાયક અને નવી શરત અને અવિભાજય સત્તા પ્રકારની જમીન દર્શાવે છે. આદિવાસીઓની જમીનો પર બાંધકામ કરી તેમાં વીજ જોડાણો મેળવ્યા હતા. નગરપાલિકા દ્વારા કાર્યવાહી કરી જમીનો શ્રીસરાર કરવા જિલ્લા કલેકટરને રિપોર્ટ કરાયા છે.આદિવાસીઓની જમીનો હડપર કરનાર ભુ-માફિયાઓ સામે ત્વરિત કાર્યવાહી કરવા જિલ્લા સંકલનની બેઠકમાં મુદ્દો વારંવાર ચર્ચા પર રહ્યો છે. ત્યારે ગેરકાયદે કોમર્શિયલ બાંધકામો કરતા ભુ-માફિયા સામે કયારે કાર્યવાહી કરાશે ?તેવી આદિવાસી પરિવાર મીટુ માંડીને બેઠા છે.