પાવાગઢ પોલીસ મથકના પ્રોહિબીશન ગુનાના ત્રણ વર્ષથી વોન્ટેડ આરોપીને જાંબુધોડાના કકરોલીયા ખાતેથી એલ.સી.બી.એ ઝડપ્યો

પાવાગઢ,પાવાાગઢ પોલીસ મથકના પ્રોહિબીશન ગુનામાં ત્રણ વર્ષથી વોન્ટેડ નાસતા ફરતા આરોપીને એલ.સી.બી.પોલીસે બાતમીના આધારે જાંબુધોડાના કકરોલીયા ગામેથી ઝડપી પાડયો.,

વિસ્તૃત વિગતો મુજબ પાવાગઢ પોલીસ મથકના પ્રોહિબીશનના ગુનાનો આરોપી કિશનભાઇ ખીમજીભાઇ રાઠવા (રહે. શનાડા, છોટાઉદેપુર, મૂળ. રહે. ધકકાપુર, તા.કડીવાડા, એમ.પી.) છેલ્લા ત્રણ વર્ષથી નાસતો ફરતો વોન્ટેડ આરોપી હોય એલ.સી.બી.પોલીસે બાતમીદારો રોકી તપાસ કરતાં આરોપી કિશન રાઠવા જાંબુધોડાના કકરોલીયા ગામે રોડની બાજુમાં ઉભેલ છે. તેવી બાતમીના આધારે ઝડપી પાડવામાં આવ્યો આગળની કાર્યવાહી માટે આરોપીને પાવાગઢ પોલીસ મથકે સોંપવામાં આવ્યો.