પાવાગઢ મંદિર ટ્રસ્ટ એ 20 માર્ચથી માતાજીના મંદિરમાં છોલેલ શ્રીફળ લઈ જવા પર પ્રતિબંધ મુકયો

  • ભકતો આખું શ્રીફળ મંદિરમાં ધરાવી ધરે લઈ જઈ શકશે.
  • જે વેપારી છોલેલ શ્રીફળ વેચતા પકડાશે તેની પાસે દંડ વસુલવામાં આવશે.
  • હજી અંબાજી મંદિરમાં મોહનથાળના પ્રસાદનો વિવાદ શાંત થાય તે પહેલા પાવાગઢનો નવો વિવાદ.

પંચમહાલ યાત્રાધામ પાવાગઢ મંદિરના ટ્રસ્ટીઓ દ્વારા આજરોજ છોલેલ શ્રીફળ મંદિરમાં લઈ જવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. હજી અંબાજી મંદિરમાં મોહનથાળના પ્રસાદનો વિવાદ શાંત થાય તે પહેલા પાવાગઢ શકિતપીઠ મંદિરના ટ્રસ્ટીઓ દ્વારા છોલેલ શ્રીફળ લાવવા ઉપર પ્રતિબંધ જાહેર કરવામાં આવ્યો છે. તેનો ભકતોમાં ધેરી લાગણી સર્જવા પામી છે.

પાવાગઢ યાત્રાધામ મંદિર ટ્રસ્ટ દ્વારા આજરોજ અગત્યની જાહેરાત કરવામાં આવી છે. જેમાં 20 માર્ચ 2023 સોમવાર થી કોઈપણ વ્યકિત છોલેલું શ્રીફળ મંદિરમાં0 લાવી શકશે નહિ. મંદિરમાં દર્શનાર્થી આવતાં દર્શનાર્થીઓ મંદિરમાં આખું શ્રીફળ પોતે જ માતાજીને ધરાવીને સાથે ધરે લઈ જવા માટેનું સુચન કરવામાં આવ્યું છે. પાવાગઢ ખાતે જે વેપારીઓ પાસેથી છોલેલું શ્રીફળ મળશે તેવા વેપારીઓ સામે પવિત્ર સ્થાનમાં સ્વચ્છતા રાખવામાં સંબંધિત અધિકારી દ્વારા દંડનીય કાર્યવાહી કરવામાં આવશે. મંદિર પરિસરમાં ભકતો છોેલેલું શ્રીફળ લઈને ન આવે તે માટે શકિત દ્વાર ( દુધીયા તળવા) થી ચેકીંગ હાથ ધરવામાં આવશે. ટ્રસ્ટ દ્વારા મંદિરમાં સ્વચ્છતા જાળવવા માટે નિર્ણય લેવામાં આવ્યો છે. મંદિર ટ્રસ્ટ દ્વારા વેપારીઓ સાથે ચર્ચા વિચારણા થી નિર્ણય લેવામાં આવ્યો છે. ટ્રસ્ટ દ્વારા છોલેલ શ્રીફળ લાવવા ઉપર પ્રતિબંધ નથી. ભકતોની આસ્થા સાથે ખીલવાડ નથી મંદિરમાં ઉપર શ્રીફળ લાવી છોલવામાં આવતાંં અહીં ગંદકી થઈ રહી હોવાથી મંદિરમાં આખું શ્રીફળ લાવવા કહેવામાં આવ્યું છે. પહેલા પ્લાસ્ટીક કચરાંની ડ્રાઈવ કરતાં વેપારીઓના સહકાર થી પ્લાસ્ટીક ગંદકી ઓછી થઈ છે. મંદિર ખાતે શ્રીફળના છોતરા અને ટુકડા થી ગંદકી અને કચરો હટાવવામાં સમસ્યાને લઈ નિર્ણય લેવાયો છે. ભકતો શ્રીફળ લાવીને માતાજીને પોતે ધરાવી નીચે લઈ જઈ માંચી ખાતે મંદિર ઓફિસ આવી શકે છે. અથવા ધરે લઈ જઈ પ્રસાદી કરે તેવી વ્યવસ્થા કરાઈ છે.

બોકસ:

પાવાગઢ મંદિર ટ્રસ્ટ દ્વારા લેવાયેલ નિર્ણય અયોગ્ય છે. હિન્દુ ધર્મમાં શ્રીફળ વધેરવાની એક માનતા છે. મહાકાળી ર્માં લોકોના દુ:ખ દુર કરે છે. લોકોને વસ્તાર, નોકરી અનેક રીતે માનેલા કામો પુરા કરે છે. જેથી ભકતો પોતાની માનતા મુજબ શ્રીફળ વધેરે છે. એમાં ખોટુ કાંઈ નથી. અહીં ટ્રસ્ટે નિર્ણય લીધો તે યોગ્ય નથી. શ્રીફળ જયાં વધેરાય ત્યાં જ વધેરાય નિર્ણય અયોગ્ય છે. :- દર્શનાર્થી ભકત….