પાવાગઢ મંદિર ખાતે ધી ખાલી કરવા આવેલ આઈસર ટેમ્પોની બ્રેક ફેઈલ થઈ જતાં ખીણમાંં ખાબકયો : ચાલકને ઈજાઓ

પાવાગઢ, પાવાગઢ મંદિર ખાતે ધી ખાલી કરવા માટે આવેલ આઈસર ટેમ્પો આવ્યો હતો અને ધી ખાલી કરી પરત ફરતી વખતે સેલ્ફી પોઈન્ટ પાસે આઈસરની બ્રેક ફેઈલ થઈ જતાં રેલીંગ તોડી ખીણમાં ખાબકતા ચાલકને ઇજાઓ થવા પામી. ચાલકને સારવાર માટે ખસેડવામાં આવ્યો.

પાવાગઢ મંદિર ખાતે આઈસર ટેમ્પો ધી ખાલી કરવા માટે આવ્યો હતો. આઈસર ટેમ્પોમાં ભરેલ ધીના ડબ્બાઓ ખાલી કરીને ટેમ્પો પરત ફરી રહ્યો હતો. ત્યારે સેલ્ફી પોઈન્ટ પાસે આઈસર ટેમ્પોની બ્રેક ફેલ થઈ ગઈ હતી. જેને લઈ ટેમ્પો રેલીંગ તોડીને ખીણમાં ખાબકયો હતો. ત્યારે સ્થાનિક જીપ ચાલકોએ ટેમ્પો ચાલકનું રેસ્કયુ કરીને બચાવી લેવામાં આવ્યો હતો. અકસ્માતની ધટનામાં આઈસર ચાલકને ઈજાઓ પહોંચતા સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો.