
ગોધરા, પાવાગઢ-માંચી ખાતે રોપ-વેમાં ખામી સર્જાતા રોપ-વે કેબલ ઉપર ઉતરી ગયા હોવાથી અડધો કલાક સુધી ઉડન ખટોલામાં લોકો ઝુલતા રહેતા ખટોલામાં બેઠેલ પ્રવાસીઓના જીવ અધર રહ્યા હતા.
પાવાગઢ-માંચી ખાતે માતાજીના મંદિર માટે દર્શન કરવા જતાં દર્શનાર્થીઓ માટે ઉષા બેકો દ્વારા રોપ-વે ચલાવવામાં આવે છે. આજરોજ રોપ-વેમાં કોઈ આકસ્મીત ખામી સર્જાઈ હતી. ખામી સર્જાતા રોપ-વે (ઉડન ખટોલા ) કેબલ ઉપરથી ઉતરી ગયો હતો. ઉડન ખટોલા કેબલ ઉપરથી ઉતરી જતા ઉડન ખટોલામાં બેઠેલ દર્શનાર્થી અડધો કલાક સુધી અધવચ્ચે હવામાં લટકતા રહ્યા હતા. સદ્દનસીબે જાનહાની ટળી હતી. પાવાગઢ ખાતે રોપવ-વે સર્વિસ ચલાવતી ઉષા બ્રેકો કં5ની દ્વારા થોડા દિવસ પહેલા રોપ-વે મેન્ટેનન્સ માટે પાંચ દિવસ સુધી રોપ-વે સેવા બંધ રાખવામાં આવી હતી. જો રોપ-વેમાં થોડા દિવસ અગાઉ મેન્ટેનન્સ કામગીરી કરવામાં આવી હોવા છતાં ઉડન ખટોલા કામગીરી કરવામાં આવી હોવા છતાં ઉડન ખટોલા કેબલ ઉપર ઉતરી જવાની ધટના બની તે રોપ-વે સંચાલન કરતી કં5નીની બેદરકારી દેખાઈ રહી છે. અવારનવાર ઉષા બ્રેકો કંપની દ્વારા રોપ-વે બંધ રાખીને મેન્ટેનન્સ કરવામાં આવતું હોય તેમ છતાં આવી ધટના કોઈ વખત ધાતક પણ બની શકે છે.