હાલોલ, યાત્રાધામ પાવાગઢ ખાતે રવિવારે વહેલી સવારથી જ મોટી સંખ્યામાં યાત્રાળુઓ પાવાગઢથી માંચી તરફ માતાજીના દર્શને પહોંચ્યા હતા. રોપ-વેનો ઉપયોગ કરી માંચીથી ડુંગર પર પહોંચવા માટે યાત્રાળુઓ વહેલી સવારથી જ લાંબી કતારોમાં લાગ્યા હતા. અચાનક રોપ-વે સેવા બંધ કરી દેવાની અને પુન: બપોર બાદ શરૂ કરવામાં આવશે. તેવી કં5ની દ્વારા જાહેરાત કરવામાં આવતા યાત્રાળુઓને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો હતો. ઉષા બ્રેકો કંપની દ્વારા ઉપર જતા યાત્રાળુઓ માટે રોપ-વે બંધ કરી દેવાતા પુન: એકવાર ચાલતી સર્વિસની કામગીરી ઉ5ર સવાલો ઉઠવા પામ્યા છે. વાતાવરણ સ્વચ્છ હોવા છતાં રોપ-વે બંધ કેમ કરવી પડી એ અંગે ઉષા બ્રેકો કંપનીના મેનેજર સાથે વાત કરતા તેઓએ રોપ-વે સેવા ચાલુ હોવાનુ રટણ ચાલુ રાખ્યુ હતુ. હકીકતમાં હાલ જે ડુંગર ઉપર પહોંચેલા યાત્રાળુઓ છે તેઓને જ માત્ર નીચે ઉતારવાની કામગીરી કંપની દ્વારા કરવામાં આવી રહી છે. જે યાત્રાળુઓ નીચેથી ઉપર જવા માટે કલાકોથી લાઈનોમાં ઉભા રહ્યા હતા. તેઓ રોપ-વે દ્વારા ઉપર નહિ જઈ શકે તેવી જાહેરાત કરી હતી. તે અંગે મેનેજર કોઈ જવાબ આપી શકયા ન હતા. બે દિવસ પહેલા જ રોપ-વે સેવાનો કેબલ પોલ ઉપરની ગરગડીયા તેમાંથી ઉતરી જતા મોટી દુધર્ટના સર્જાતા રહી ગઈ હતી. રોપ-વે બંધ થતાં યાત્રાળુઓ એક કલાક સુધી ટોલીઓ લટકતા રહ્યા હતા. જોકે ટેકનીકલ ક્ષતિ દુર કરાતા એક કલાક બાદ યાત્રાળુઓ માંચી ઉતર્યા હતા. ત્યારબાદ રવિવારે પુન: એક વાર કંપનીએ રોપ-વે સેવા બંધ કરી દેતા દર્શનાર્થીઓ પગપાળા મહાકાળી માતાજીના દર્શને પહોંચ્યા હતા. તો કેટલાક યાત્રાળુઓ માતાજીના દર્શન કર્યા વગર જ ડુંગર પરથી પરત નીચે ઉતર્યા હોવાની વિગતો જાણવા મળી છે.