ગોધરા,પાવાગઢ મંદિર ખાતે ચૈત્રી નવરાત્રિમાં લાખો શ્રદ્ધાળુઓ આવ્યા હતા. પાવાગઢ ગ્રામ પંચાયતના પાર્કિંગમાં ભકતો પાસેથી વાહનો પાર્ક કરવા ઉધાડી લુંટ તલાટી તથા વહીવટદારના માણસો દ્વારા કરાતી હતી. એજન્સીના માણસો વાહનના પાર્કિંગની પહોંચ 50 રૂ.ની આપીને 100 થી 150 રૂ.ગેરકાયદે વસુલાતા હતા ત્યારે ગીર સોમનાથના યાત્રાળુ રસીક ચાવડા પાવાગઢ આવતા પાર્કિંગ ચાર્જના નામે ઉધાડી લુંટ કરતા તેઓએ પાવાગઢ ખાતે પે એન્ડ પાર્કિંગ અંગે સ્વાગતમાં રજુઆત કરી હતી. પે એન્ડ પાર્કિંગનુ ટેન્ડર બહાર પાડ્યા વગર એજન્સી નાણાં ઉધરાવતા સરકારના વેરાની ભરપાઈ ન કરીને સરકારી તિજોરીને નુકસાન કરી રહ્યો હતો. જેથી ના.ડીડીઓ એચ.કે.મકવાણાએ ગ્રામ પંચાયત ચાંપાનેરના તલાટી દ્વારા મિલીભગત તથા મદદગારીથી પે એન્ડ પાર્કિંગના નાણાં ઉધરાવી નાણાંકિય ગેરરિતી આચરી સરકારને આર્થિક નુકસાન પહોંચાડીને તંત્રની પ્રતિષ્ઠાને હોવાને પહોંચાડી છે. ના.ડીડીઓ દ્વારા પે એન્ડ પાર્કિંગની તપાસ જાંબુઘોડા ટીડીઓને તપાસનો હુકમ કરી સમગ્ર તપાસનો રિપોર્ટ દિ-7માં કચેરીએ રજુ કરવાનો આદેશ આપ્યો હતો.