પાવાગઢ,
પાવાગઢ ખાતે પંચમહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કિંજલ દવેના કાર્યક્રમમાં ડખો થયો હોવાનું સામે આવ્યું છે.કિંજલ દવેના કાર્યક્રમમાં ખુરશીઓ ઉછળી હોવાનું અને તોડફોડ થઇ હોવાનું સામે આવ્યું છે જો કે કિંજલ દવેના ગીતોથી ઉત્સાહમાં આવેલા દર્શકોએ ખુરશીઓ ઉછાળ્યા બાદ પોલીસ દોડતી થઇ હતી.
પાવાગઢમાં પંચમોત્સવનું આયોજન કરવામાં આવ્યુું છે.જેમાં અનેક ગાયકોનો કાર્યક્રમ રાખવામાં આવે છે ગત રોજ કિંજલ દવેનો કાર્યક્રમ યોજાયો હતો પરંતુ દવેના કાર્યક્રમમાં તોડફોડ થઇ હતી દવે ગીતોની રમઝટ બોલાવી રહ્યાં હતાં ત્યારે બીજી તરફ ગેલમાં આવેલા દર્શકોએ ખુરશીઓ તોડી હતી અને ખુરશીઓ ઉછાળી હતી જે બાદ પોલીસ દોડતી થઇ હતી પોલીસે પહોંચીને સમગ્ર મામલો થાળે પાડયો હતો.
એ યાદ રહે કે પંચમહાલ જિલ્લાની ઐતિહાસિક ધરોહર જેમાં જુના અને જાણીતા પંચમહાલના વારસાને દુનિયાના લોકો નિહાળી અને માણી શકે તેમજ પંચમહાલ જિલ્લાના સ્થાનિક લોકોનો વિકાસ થાય તે હેતુથી દર વર્ષે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તેમજ ગુજરાત સરકારના ટુરીઝમ વિભાગ દ્વારા પંચમહોત્સવનું આયોજન કરવામાં આવતું હોય છે. આ વર્ષે ૨૫ ડિસેમ્બર ૨૦૨૨થી ૩૧ ડિસેમ્બર ૨૦૨૨ સુધી સાત દિવસો માટે પંચ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.