પાવાગઢના તીર્થંકરની મૂર્તિઓ ખંડિત થવાના મામલે મંત્રી ૠષિકેશ પટેલે જણાવ્યું છે કે લોકોની ધાર્મિક લાગણી સાથે ચેડા કરનાર કોઈને પણ છોડાશે નહીં. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આ મુદ્દે એફઆઇઆર દાખલ કરી છે. આ કૃત્ય કરનારા અસામાજિક તત્વોને પકડીને તેમની સામે આકરી કાર્યવાહી કરવામાં આવશે જેથી તેઓ ફરીથી આ પ્રકારનું કૃત્ય ન કરે. અસામાજિક તત્વોના આ પ્રકારના કૃત્યોના પગલે લોકોની સામાજિક અને ધામક લાગણી દુભાય છે.આમ તેમણે જણાવ્યું હતું કે આ કૃત્ય તંત્રનું નથી, અસામાજિક તત્વોનું છે. આમ કરનારા તત્વોને છોડાશે નહી. તંત્ર તો ઉપરથી પાવાગઢની સગવડોમાં વધારો કરી રહ્યુ છે અને જેટલી પણ પૌરાણિક મૂતઓ છે તેને નવસ્થાપિત કરવા પ્રયત્નશીલ છે.
આમ પાવાગઢમાં મૂતઓ ખંડિત થવા મામલો હવે અંત તરફ છે. ગઇકાલે જ પાવાગઢના ટ્રસ્ટીમંડળ અને જૈન સમાજના આગેવાનો તથા મુનિઓ વચ્ચેની બેઠક સુખદ રહી છે અને તેમા ટ્રસ્ટી મંડળે જૈન સમાજની બધી માંગો સ્વીકારી લીધી છે.તેથી આ મામલે સુરતમાં પણ જૈન સમાજના વિરોધ અને ધરણાનો અંત આવ્યો છે. સુરતથી પ્રતિનિધિમંડળ ગાંધીનગર જશે. સરકાર અને ગૃહમંત્રીના પ્રયાસો પર તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. મીટિંગમાં સમગ્ર વિવાદનો સુખદ અંત આવશે તેવી તેમને આશા છે.
પાવાગઢમાં જૈન મૂર્તિઓના વિવાદના જૈન સમાજમાં ઘેરા પ્રત્યાઘાત જોવા મળી રહ્યા છે. બીજા દિવસે પણ જૈન સમાજના લોકો એકઠા થયા હતા. ઠેર ઠેર આવેદન પત્ર આપી રોષ ઠાલવવામાં આવી રહ્યો હતો ત્યારે સુરતમાં કલેક્ટર કચેરીએ જૈન સમાજ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો.
આ પ્રકરણને લઈને જૈન આચાર્યો અમે મહાત્માઓ ધરણાં પર ઉતર્યા હતો. જ્યાં સુધી આરોપીઓની ધરપકડ નહીં થાય ત્યાં સુધી કલેક્ટર કચેરીથી નહીં ખસવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી હતી. તો યોગ્ય તપાસ કરી જવાબદારો સામે કાર્યવાહી થાય તેવી પણ માગ કરી હતી.
યાત્રાધામ પાવાગઢ ખાતે જૈન મૂર્તિઓ ખંડિત થવા અને હટાવવાના મુદ્દે હવે હટાવેલી મૂર્તિઓ તાત્કાલિક પુન: સ્થાપિત કરવા કામગીરી હાથ ધરાઈ છે. સિમેન્ટ, કેમિકલ સહિતનું મટીરીયલ ખાસ કારીગરો સાથે પાવાગઢ ખાતે પહોંચાડવામાં આવ્યું છે. થોડી જ વાર માં મૂતઓ પુન: સ્થાપિત કરાશે તેમજ જિલ્લા પોલીસ અધિક્ષક અને વહીવટી તંત્રની નજર હેઠળ કાર્યવાહી હાથ ધરાઈ છે.