પાવાગઢ ખાતે સ્વરોજગાર માટે યુવા પરિવર્તન સંસ્થા દ્વારા તાલીમ વર્ગ શરૂ કરવામાં આવ્યા

હાલોલ,હાલોલ તાલુકાના પાવાગઢ ગામે સ્વ રોજગાર માટે નાં ક્લાસ ચાલુ કરવામાં આવ્યા. યુવા પરિવર્તન સંસ્થા દ્વારા ગુજરાતભરમાં સ્કીલ ઇન્ડિયા પ્રોજેક્ટ અંતર્ગત લોકો સુધી સ્કીલ ઇન્ડિયાના અલગ અલગ કોર્ષ ચાલુ કરવાના હેતુ થી આ કાર્યક્રમો હાથ ધરવામાં આવશે. હાલોલ તાલુકા અને પંચમહાલ જિલ્લામાં પ્રત્યેક ગામડા સુધી ક્લાસને પહોચાડવાના પ્રયાસ થી આ ક્લાસ ચાલુ કરવામાં આવ્યા છે. આગમી સમયમાં પંચમહાલના તમામ ગામે સીવણ, પાર્લર, મહેંદી, પાપડ ઉદ્યોગ જેવા 120 કોર્ષ ચાલુ કરીને અલગ અલગ પ્રકારની નોકરીનાં માધ્યમો ઊભા કરવા જઈ રહ્યા છે. આ ઉદઘાટનમાંં પ્રોજેક્ટ ઓપરેશન મેનેજર રોહિત મિશ્રા તથા જિલ્લા અધિકારી ઉમેશ વણઝારા તથા કમલેશ દરજી તેમજ હાલોલ તાલુકા ફિલ્ડ ઓફિસર દીપ મકવાણા હાજર રહ્યા હતા. જેમાં ગામની મોટાભાગની બહેનો હાજર રહી હતી. યુવા પરિવર્તન સંસ્થા મુંબઈ સ્થાપિત સંસ્થા છે. જેની સ્થાપના1998માં મુંબઈના મુખ્ય મંત્રી બી.જી. ખેરે કરી હતી. તેના યુવાનોમાં આવતા પરિવર્તનો અને કાર્યક્રમોને જોઈને 2004 માં ડો. એ.પી.જે.અબ્દુલ કલામ દ્વારા આને નામ પરિવર્તન કરવામાં આવ્યું હતું. હાલ આ સંસ્થા 9 રાજયો અને 6 થી વધુ દેશમાં કાર્યરત છે, જેનો હેતુ સ્કીલ ઇન્ડિયા પ્રોજેક્ટ અંતર્ગત લોકો સુધી સ્કીલ પહોંચે અને વધુ માં વધુ રોજગાર મળે તેના પ્રયાસો કરવામાં આવશે. આજ દિન સુધી ભારતભરમાં 2 લાખ થી વધુ યુવાનો અને યુવતીઓએ આમાં ટ્રેનીંગ લઈ લીધી છે અને આગળ વધુ વ્યક્તિ આમાં ટ્રેનીંગ લે તેવા હેતુ થી આને પ્રયાસો રહેશે તમામ ઉદઘાટન કાર્યકમ અને સહયોગ માર્ગદર્શન યુવા પરિવર્તન જિલ્લા અધિકારી ઉમેશ વણઝારા દ્વારા આપવામાં આવ્યું હતું.