પાવાગઢ ખાતે પુન: સ્થાપિત મૂર્તિઓનો વાસક્ષેપ: પાવાગઢ તીર્થના મંદિરોએ દર્શન લધુશત્રુંંજય સમાન: ર્ડા. અજીતચંદ્ર સાગર વિજયજી મહારાજશ્રી

ગોધરા,પાવાગઢ ખાતે વડોદરા, હાલોલ, સુરત, અમદાવાદ સહિતના સ્થળો ઉપરથી જૈન શ્રાવકો વર્ધમાન નિધિ આચાર્ય નયચંંદ્રસાગર સુરીશ્ર્વરજી મહારાજની મૂર્તિ ર્ડા. અજીત ચંદ્રસાગર વિજયજી મહારાજની નિશ્રામાં 400 યાત્રિકોનો સંધ પહોંચ્યો હતો અને પૂન:સ્થાપિત કરવામાં આવેલ મૂર્તિઓને વાસક્ષેપ કરી પૂજા અર્ચના કરી હતી.

પાવાગઢ ખાતે પહોંચેલ જૈન સંધ અંગે જૈન અગ્રણી દિપક શાહે જણાવ્યું કે, રવિવારના દિવસે મૂર્તિઓ ઉખાડી નાખવા આવ્યા બાદ રાજ્યના મુખ્યમંત્રી હર્ષ સંધવીની સુચનાથી મૂર્તિઓનો પૂન:સ્થાપિત કરવામાં આવી છે. જે બાદ આજે 400 શ્ર્વેતામ્બર યુવાનો સાથે સહસ્ત્રાવધાની ર્ડાકટર અજીતચંદ્ર સાગર વિજયજી મહારાજે બધા મંદિરોની વાસક્ષેપથી પૂજા કરી હતી. શ્રવાકોએ શ્રીફળ ચડાવ્યા હતા. લવકુશ પગલાં તથા માતાજીના દર્શન કર્યા હતા. સહસ્ત્રાવધાની ર્ડાકટર અજીતચંદ્ર સાગર વિજયજી મહારાજે જણાવ્યું કે, શેત્રુંજય મહાતીર્થની યાત્રા કરવા જે લાભ મળે છે તે લાભ પાવાગઢ તીર્થ ઉ5ર યાત્રા કરવાથી મળે છે. પાવાગઢ તીર્થના મંદિરોના દર્શન એ લધુ શત્રુંજય છે. આ મૂર્તિઓ પૂન: સ્થાપિત કરવા આંદોલન કરનાર પન્યાસ પ્રેમ વિજયજી મહારાજ આચાર્ય યશોવર્મા સુરીશ્ર્વરજી, આચાર્ય ભાગ્ય સુરિશ્ર્વરજી મહારાજ તથા તમામ જૈન સંધોને અભિનંદન આપ્યા હતા.