
પાવાગઢ,18 એપ્રિલ ના દિવસ ને યુનેસ્કો દ્વારા વિશ્ર્વ વારસા દિવસ એટલે કે વર્લ્ડ હેરિટેજ ડે તરીકે પુરા વિશ્ર્વમાં ઉજવવામાં આવે છે. ત્યારે આજે વાત કરી પંચમહાલ જિલ્લામાં આવેલા ચાંપાનેર વર્લ્ડ હેરિટેજ સાઈટની, સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢની તળેટીમાં આવેલા આ મોન્યુમેન્ટની શું છે સ્થિતિ, અહીં આવતા પ્રવાસીઓનું શું માનવું છે, જાણીએ.
18 એપ્રિલના દિવસને 1983 થી યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજ દિવસ તરીકે સમગ્ર વિશ્ર્વમાં ઉજવાઈ રહ્યો ત્યારે ગુજરાતમાં વૈશ્ર્વિક ધરોહરો સમી ઘણી ઐતિહાસિક ઇમારતો આવેલી છે. જેમાંથી પણ એક જ જગ્યા પર જ્યાં સૌથી વધુ હેરિટેજ મોન્યુમેન્ટ્સ છે. એવા પાવાગઢ ખાતે આજરોજ પુરાતત્વ વિભાગ દ્વારા હેરિટેજ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
પાવાગઢ ખાતે ઉજવાયેલ હેરિટેજ ડેના ભાગરૂપે આ મોન્યુમેન્ટની મુલાકાત માટેની ફી આજના દિવસ પૂરતી રદ્દ કરવામાં આવી હતી. આવનાર પેઢી આ ઐતિહાસિક વારસાની જાળવણી રાખે અને આ ઐતિહાસિક વારસો જળવાઈ રહે તે હેતુ થી તેમજ આવનાર પેઢી આ વારસાને સમજે તે ઉદ્દેશ્ય થી આ હેરિટેજ દિવસની ઉજવણી કરવામાં આવે છે. ભારતીય પુરાતત્વ વિભાની જાળવણી અને દેખરેખ હેઠળ પુરા ભારતમાં અંદાજિત 3786 મોન્યુમેન્ટ્સ છે. માંથી 214 હેરિટેજ હેરિટેજ સાઇટ્સનું વડોદરા પુરાતત્વ વિભાગ દ્વારા દેખરેખ કરવામાં આવી રહી છે. જોકે, અહીં આવતા પ્રવાસીઓ હજુ પણ આ મોન્યુમેન્ટની વધુ જાળવણી કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે. હાલમાં પાવાગઢ ખાતે આવેલા મોન્યુમેન્ટનો રખરખાવ પુરાતત્ત્વ વિભાગ દ્વારા યોગ્ય જાળવણી કરવામાં આવતી નથી. પાવાગઢ તળેટી તેમજ ડુંગર વિસ્તારમાં થઈને કુલ 11 જેટલા હેરિટેજ બિલ્ડિંગોનું યુનેસ્કો દ્વારા વર્ષ 2004માં વર્લ્ડ હેરિટેજ સાઈટમાં સમાવેશ કર્યો હતો.