
પાવાગઢ,
સુપ્રસિદ્ધ યાત્રા ધામ અને શક્તિપીઠ એવા પાવાગઢ ખાતે ઐતિહાસિક અને આધ્યાત્મિક મહત્વ ધરાવતી પાવાગઢ પરિક્રમા યાત્રાનો આજથી શુભારંભ થયો છે. આ યાત્રાનો વાઘેશ્ર્વરી માતાજી મંદિરથી પરિક્રમા સમિતિ અને પદાધિકારીઓએ માતાજીના જય ઘોષ સાથે દેશ દુનિયા માંથી કોરોના મહામારી જલ્દી દુર થાય એવા સંકલ્પ સાથે પ્રસ્થાન કરાવ્યું હતું. પરિક્રમા યાત્રામાં મોટી સંખ્યા માં ગુજરાતભર ના ખૂણે ખૂણે થી માઇભક્તો અને શ્રદ્ધાળુ ઓ જોડાયા છે.

પરિક્રમા હિન્દુ સંસ્કૃતિ ખુબ જ પવિત્ર યાત્રા માનવામાં આવે છે. શક્તિપીઠો અને યાત્રાધામોની પરિક્રમાનું વિશેષ મહત્વ રહેલું છે. અંદાજિત 700 થી વધુ વર્ષો થી ચાલતી પાવાગઢ પરિક્રમા કાળક્રમે સંજોગો અને પરિસ્થિતિઓને આધીન આ યાત્રા સુસુપ્ત અવસ્થામાં હતી. જેને છ વર્ષ થી પાવાગઢ પરિક્રમા સમિતિ જીવંત કરવામાં આવી છે. આજરોજ પાવાગઢના વાઘેશ્ર્વરી મંદિર થી પગપાળા પરિક્રમાનું પ્રસ્થાન કરાવવા આવ્યું હતું. જેનું સમાપન યાત્રા પથમાં આવતા સ્થાનોના દર્શન કરી પાવાગઢ ડુંગર પર આવેલ નિજ મંદિર ખાતે થાય છે. ઐતિહાસિક મહત્વ ધરાવતી આ યાત્રાનો ઇતિહાસ કહે છે કે, પાવાગઢના રાજવીઓ પણ આ પવિત્ર પરિક્રમામાં જોડાતા હતા અને પરિક્રમા બાદ નિજ મંદિરે દર્શન કરવાનું વિશેષ મહત્વ છે. આજથી પ્રારંભ થયેલી પાવાગઢની 44 કિ.મી ની પગપાળા યાત્રામાં મોટી સંખ્યામાં આસ્થાળુઓ જોડાયા હતા. પંચમહાલ જિલ્લાના સંતો ધારાસભ્ય સહીત સ્થાનિક અગ્રણીઓ તેમજ પાવાગઢ પરિક્રમા સમિતિના સભ્યો તેમજ સમગ્ર ગુજરાતના વિવિધ જિલ્લાઓ માંથી આવેલ યાત્રિકો અને સ્થાનિક લોકોએ ભાગ લીધો હતો.