પાવાગઢ, પંચમહાલ જીલ્લાના પાવાગઢ તળેટીમાં આવેલ સોલંકી ગેસ્ટ હાઉસ ઉપર સ્ટેટ મોનિટરીંગ સેલ દ્વારા રેઈડ કરી મોટા પ્રમાણમાં વિદેશી દારૂના જથ્થા સાથે બે ઈસમોને ઝડપી પાડવામાં આવ્યા.
પ્રાપ્ત વિગતો મુજબ પાવાગઢ તળેટીમાં જામા મસ્જીદ પાછળ આવેલ સોલંકી ગેસ્ટ હાઉસ ઉપર સ્ટેટ મોનિટરીંગ સેલ દ્વારા રેઈડ કરાઈ હતી. રેઈડ દરમિયાન આસપાસના ખેતરોમાં સંતાડી રાખેલ ઈંગ્લીશ દારૂનો ઝડપી પાડવામાં આવ્યો. ગેસ્ટ હાઉસમાં પાર્ક કરેલ વર્નાકાર અને બે સ્કુટર માંથી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો. ગેસ્ટ હ ાઉસની આડમાં ઈંગ્લીશ દારૂનો વેપલો કરતાં બુટલેગર દ્વારા વર્ના કારમાં આઈસ બોકસ સાથે દારૂ અને બીયરનો જથ્થો રાખીને ફરતું દારૂની સ્ટેન્ડ ચલાવતા હોવાનું સામે આવતાં સ્ટેટ મોનિટરીંગ સેલના અધિકારીઓ ચોંકી ઉઠયા હતા. સોલંકી ગેસ્ટ હાઉસ ઉપર રેઈડ કરી ઈંગ્લીશ દારૂના જથ્થા સાથે વિશાલ પંડયા (રહે. શિવરાજપુરા) અને રાકેશ ઉર્ફે પિન્ટુ દિલીપસિંહ સોલંકીને ઝડપી પાડવામાં આવ્યા. જ્યારે રેઈડ દરમિયાન મુખ્ય બુટલેગર રાજુ મળી આવ્યો ન હતો. આ બાબતે સ્ટેટ મોનિટરીંગ સેલ દ્વારા પાવાગઢ પોલીસ મથકે પ્રોહિબીશન એકટ હેઠળ ફરિયાદ નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.