પાવાગઢ, પાવાગઢ જૈન શ્ર્વેતામ્બર મંદિરની દાન પેટીની ચોરી કરનાર ત્રણ ચોર ઈસમોને બાતમીના આધારે ગણતરીના કલાકોમાં ચોરીના 15,000/-ની રોકડ સાથે ઝડપી પાડવામાં આવ્યા.
પ્રાપ્ત વિગતો મુજબ પાવાગઢ જૈન શ્ર્વેતામ્બર મંદિરમાં દશેક દિવસ પહેલા રાત્રીના સમયે ચોર ઈસમોએ બારીનો નકુચો તોડીને મંદિરમાં પ્રવેશ કરી મંદિર માંથી રૂપીયા ભરેલ દાન પેટીની ચોરી કરેલ હતી. આ બાબતે પાવાગઢ પોલીસ મથકે નોંધાયેલ ફરિયાદની તપાસ ગોધરા એલ.સી.બી.પોલીસ કરતી હોય એલ.સી.બી.પોલીસે મળેલ બાતમીના આધારે ચોરી કરવામાં લીલેશભાઈ કરમસિંહ ભાભોર (રહે. ગાંગરડા-ગરબાડા), અલ્કેશ બરસીંગ ભાભોર (રહે. ગાંગરડા-ગરબાડા), ફેગુભાઈ રામસીંગભાઈ ડામોર (રહે. બોરીયાલા પેટે દેવની ચાલ ફળીયું), મનુભાઈ ચડીયાભાઈ પરમાર (રહે. ગાંગરડા-ગરબાડા), માનસીંગ બદીયાભાઈ ભાભોરે કરેલ છે. તેવી ચોકકસ બાતમી મળી હતી. પાંચ ઈસમો પૈકી લીલેશભાઈ ભાભોર, અલ્કેશ ભાભોર, ફેગુભાઈ ડામોર ચોરી માંંથી મળેલ ભાગના રોકડા રૂપીયા લઈ ખરીદ માટે વડોદરા તરફ નિકળેલ છે અને હાલ હાલોલ રેકડી નાળા પાસે ઉભેલ છે. તેવી બાતમીના આધારે ત્રણ ઈસમોને 15,000/-રૂપીયા રોકડ સાથે ઝડપી પાડી ધરફોડ ચોરીનો ગુન્હાનો ભેદ ઉકેલ્યો છે.