
પાવાગઢ, પંચમહાલ ગોધરા એસ.ઓ.જી. પોલીસ પાવાગઢ ગામ તથા આસપાસમાં આવેલ હોટલ તથા ગેસ્ટ હાઉસમાં ચેકીંગ કરતા ચાર ગેસ્ટ હાઉસમાં મુસાફરોની સોફટવેરમાં ઓનલાઈન એન્ટ્રી નહિ કરતા આ બાબતે સંચાલકો વિરૂદ્ધ પાવાગઢ પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી.

પ્રાપ્ત વિગતો મુજબ પંચમહાલ ગોધરા એસ.ઓ.જી.પોલીસ દ્વારા પાવાગઢ તથા આજુબાજુમાં આવેલ હોટલ તથા ગેસ્ટ હાઉસોમાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. ચેકીંગ દરમિયાન સિધ્ધિ વિનાયક ગેસ્ટ હાઉસ-1, સિધ્ધી વિનાયક ગેસ્ટ હાઉસ-2, જયદેવા ગેસ્ટ હાઉસ, અભિલાષા નિવાસ ગેસ્ટ હાઉસમાં મુસાફરોની પથીક સોફટવેરમાં ઓનલાઈન એન્ટ્રી કરેલ ન હોય જેને લઈ એસ.ઓ.જી.પોલીસ દ્વારા ચાર ગેસ્ટ હાઉસના સંચાલકો વિરૂદ્ધ પાવાગઢ પોલીસ મથકે ફરિયાદ નોંધાવામાં આવી.