પાવાગઢ ડુંંગર સો થાંભલા મહેલ પાસે આગ લાગતાં વન વિભાગ અને પોલીસ દોડી આવી માંડ માંડ આગ ઉપર કાબુ મેળવ્યો

પાવાગઢ,પાવાગઢ ડુંગર ઉપર સો થાંભલા મહેલ નજીકના વિસ્તારમાં આગ લાગતાં જોતજોતામાં આગ ઝડપથી પ્રસરી થતાં સ્થાનિકો ચિંતામાં મુકાયા હતા. વન વિભાગને જાણ કરતાં વન વિભાગ અને પોલીસ ધટના સ્થળે દોડી આવી હતી. મોડી રાત્રીએ આગ પર કાબુ મેળવવામાં આવ્યો.

પાવાગઢ ડુંગર ઉપર સો થાંભલા મહેલ નજીકના વિસ્તારમાં કોઈ કારણોસર આગ લાગી હતી. જંંગલમાં પડેલ સુકા પાંદડા અને ધાસના કારણે આગ ઝડપથી વિકરાળ સ્વરૂપ લીધું હતું. આગની ધટનાને લઈ સ્થાનિકો ચિંતાતુર બન્યા હતા. આગની ધટના અંગે વન વિભાગને જાણ કરતાં વન વિભાગ ધટના સ્થળે દોડી આવ્યું હતું. પોલીસ પણ ધટના સ્થળે દોડી આવીને વન વિભાગ અને પોલીસ દ્વારા આગ ઉપર કાબુ મેળવવાના પ્રયાસ હાથ ધયા હર્તા. જે સ્થળે આગ લાગી તે જગ્યાએ રાત્રીના સમયે પહોંચવુંં મુશ્કેલ હતું. વન વિભાગ દ્વારા હાથથી પાણી છાંટીને આગ ઉપર કાબુ મેળવવાનો પ્રયાસ કરાયો હતો. તેમાં પણ એક તરફ આગ ઉપર કાબુ મેળવવાની ચિંતા હતી તે સમયે કુદરતી રીતે કમોસમી માઠવાના વરસાદે રંગ રાખ્યો હતો. જેને લઈ આગ ઉપર કાબુ મેળવાયો હતો. ફાયર બ્રિગેડને સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યું. પાવાગઢ ડુંગર ઉપર લાગેલ આગ ઉપર કાબુ મેળવતા વન વિભાગ પોલીસ અને સ્થાનિકોએ રાહતનો શ્ર્વાસ લીધો હતો.

બોકસ:

પાવાગઢ ડુંગર ઉપર લાગેલી ભિષણ આગને કાબુમાં લેવા વન વિભાગ દ્વારા જે દેશી પદ્ધતિ આગ ઉપર કાબુ મેળવવામાં આવ્યો. જે સ્થળે ફાયર ફાયટરથી પાણીની સુવિધાના પહોંચે તે સ્થળે વન વિભાગે આગ ઉપર કાબુ મેળવવા ઝાડની ડાળીઓનો રેસ્કયુ ટીમે રાત્રીના અંધારા આગ ઉપર કાબુ મેળવ્યો.