પાવાગઢમાં નવરાત્રિનુ અનેરૂ મહત્વ રહેલુ છે. આગામી ટુંક સમયમાં શરૂ થથતી આસો નવરાત્રિમાં રોજ લાખોની સંખ્યામાં આવતા યાત્રાળુઓને પ્રાથમિક સુવિધાઓ સાથે કોઈ અગવડ ન પડે તે માટે રાજય અને જિલ્લા પ્રશાસને કમર કસી છે. જેના ભાગરૂપે પાવાગઢ ડુંગર પર આવેલ દુધિયા, તેલીયા અને છાસીયા તળાવની સાફસફાઈ માટે ગુજરાત ટુરીઝન વિભાગ દ્વારા મુંબઈની ખાનગી કં5નીને ઈજાઓ અપાયો છે. તળાવોમાં થતી ગંદકીની સાફસફાઈ સ્થાનિક સ્તરે પ્રોપર ન થતી હોવાને લઈ પાવાગઢ દર્શને આવતા યાત્રાળુઓમાં તળાવમાં સ્નાન કરી શુદ્ધિકરણની ક્રિયામાં કયાંકનો કયાંક લાગણી દુભાતી હતી.
યાત્રાળુઓની આસ્થા અકબંધ રહે તેવા હેતુથી ગુજરાત ટુરીઝમ વિભાગે ડુંગર પરના ત્રણ ઐતિહાસિક તળાવનો સાફસફાઈ માટેનો કોન્ટ્રાકટ મુંબઈની ખાનગી કં5નીને આપ્યો છે. કંપનીના કર્મચારીઓ ટેકનીશીયનોએ પ્રથમ દુધિયા તળાવની સફાઈ અંગે કિનારા પર સફાઈ માટેની બે આધુનિક સિસ્ટમ મુકી તળાવ પાણી ફિલ્ટર કરવા તેમજ પાણીની ગંદકી દુર કરવા તળાવમાં ઉપકરણ મુકી સફાઈ કરવાની કામગીરી હાથ ધરાઈ છે.
પ્રથમ તળાવમાં ઢાળ પર બિનજરૂરી ધાસચારો ઉગી નીકળ્યો હોય તેની સફાઈ કરી લીલ, વેલા, રેસા સહિતનો કચરો દુર કરી કામગીરીની શરૂઆત કરાઈ છે. પાવાગઢ માતાજીના નવીન શિખર મંદિર સાથે કરોડો ભકતોની આસ્થા જોડાયેલી છે. ખાસ કરીને યુપી, બિહાર, મહારાષ્ટ્ર રાજયમાંથી માતાજીના દર્શને આવતા ભકતો માતાજીના દર્શને જતાં પહેલા નીચે દુધિયા તળાવમાં સ્નાન કરી પછી જ માતાજીના દર્શને જતા હોય છે. હવે ડુંગર પરના ત્રણ તળાવ આધુનિક પદ્ધતિથી સાફસફાઈ થશે ત્યારે પાવાગઢ આવતા યાત્રાળુઓને તળાવનુ શુદ્ધ પાણી વાપરવા મળશેનુ જોવાઈ રહ્યુ છે.