પાવાગઢ ચાંપાનેર હોટલ પાસે જીલ્લા પંચાયતની ખુલ્લી જગ્યામાં નકલી પાર્કિંગના નામે યાત્રાળુઓની લુંટ અંગે મામલતદાર અને ડીવાયએસપીની તપાસ શરૂ થઈ

પાવાગઢ,હાલોલ-પાવાગઢ માંચી ખાતે ચાંપાનેર હોટલ પાસે આવેલ ગુજરાત ટુરીઝમના પાર્કિંગની બાજુમાં આવેલ જીલ્લા પંચાયતની ખુલ્લી જગ્યામાં બેરોકટોક યાત્રાળુઓ પાસેથી પાર્કિંગના નામે ઉધાડી અને નકલી પાર્કિંગ અંગે હાલોલ પ્રાંત અધિકારીની સુચના બાદ હાલોલ મામલતદારની તપાસ સાથે હાલોલ ડીવાયએસપી દ્વારા તપાસ હાથ ધરાઈ છે.

હાલોલ મામલતદાર દ્વારા તપાસના પાર્કિંગ સ્થળનો પંચકયાસ કરી પાર્કિંંગ સંચાલકોના નિવેદનો નોંધાવાની કામગીરી હાથ ધરાઈ છે. જયારે બીજી તરફ ડીવાયએસપી દ્વારા પણ તપાસ હાથ ધરાઈ છે. પંચાયતની ખુલ્લી જગ્યામાં નકલી પાર્કિંગના નામે ચલાવતી લુંટનો અહેવાલ તૈયાર કરી મામલતદાર દ્વારા પ્રાંત અધિકારી અને જીલ્લા કલેકટરને આપવામાંં આવશે અને ડીવાયએસપી દ્વારા તૈયાર કરેલ અહેવાલ જીલ્લા પોલીસવડાને આપશે. જીલ્લા પંચાયતની જગ્યામાં વર્ષોથી પાસ પરમીટ વગર રોજ 3 હ જાર કરતાં વધુ વાહનો પાર્ક કરતા યાત્રાળુઓ પાસે કારના 100/- રૂા., ટુવ્હીલરના 30/-રૂા. લખેલી સહી સિકકા વગરની પહોંચ આપીને રોજના 1 લાખ ઉપરાંંતની રકમ એકઠી કરાતી હોવાનું બહાર આવ્યું છે. પાર્કિંગના સંચાલક દ્વારા પાવતી બુક બદલી નાખી 100/-રૂા.ની જગ્યાએ રૂા.50 અને રૂા.30 ની પાવતી આપતી હોવાનું સામે આવ્યું છે. નકલી પાર્કિંગના નામે યાત્રાળુઓની ઉધાડી લુંટને લઈ લોકોમાં ભારે રોષ જોવા મળ્યો છે. પાવાગઢ વડાતળાવના સરપંચ દ્વારા નકલી પાર્કિંગના સંચાલકો સામે પોલીસ ફરિયાદ કરી કાર્યવાહીની માંગ કરાઈ છે.

પાવાગઢ વડાતળાવના, સરપંચ…

પાવાગઢ વડાતળાવ સરપંચ દ્વારા જણાવાયું કે, ધણા વર્ષોથી ચાંપાનેર ખાતે ગુજરાત ટુરીઝમ વિભાગ દ્વારા કે ટેન્ડરીંગ કે કોઇ ઈજારો અપાતો નથી. જીલ્લા પંચાયતની જગ્યામાં ચાલતા નકલી પાર્કિંગ સંચાલકો સરકારની જમીનમાં ગેરકાયદેસર કબ્જો કર્યો હતો. તેમાં લેન્ડ ગ્રેબીંગની પોલીસ ફરિયાદ નોંધાવા અને વર્ષોથી કરોડો રૂપીયાની ચોરીમાં તટસ્થ તપાસ થાય તેવી માંગ સાથે તપાસ થવી જરૂરી.