
ગોધરા,ગોધરા એલ.સી.બી. પાવાગઢ વિસ્તારમાં પેટ્રોલીંગયમાં હતા. દરમિયાન બાતમી મળી હતી કે, એક ઈસમ પાવાગઢ બસ સ્ટેશનમાં મોબાઈલ વેચવાની પેરવી છે. તેવી ચોકકસ બાતમીના આધારે પોલીસે ઈસમને ઝડપી પાડી પુછતાજ કરતાં માંચી ડુંગરના પગથીયા પાસ દર્શનાર્થીના ખિસ્સા માંથી ચોરી કર્યાની કબુલાત કરતાં પાવાગઢ પોલીસ મથકનો મોબાઈલ ચોરીનો ભેદ ઉકેલ્યો છે.
પ્રાપ્ત વિગતો મુજબ ગોધરા એલ.સી.બી.પોલીસ પાવાગઢ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી. ત્યારે બાતમી મળી હતી કે ચિંતન પ્રવિણકુમાર ઠાકોર (રહે.આણંદ) પોતાના કબ્જામાં મોબાઈલ રાખીને વેચવાની પેરવી પાવાગઢ બસ સ્ટેન્ડ પાસે હાજર છે. તેવી બાતમીના આધારે પોલીસે ઇસમને ઝડપી પાડી પુછતાજ કરતાં મોબાઈલ ફોન દોઢ મહિના અગાઉ પાવાગઢ દર્શન કરવા આવેલ ત્યારે માંચી પગથીયા પાસે દર્શનાર્થીનો મોબાઈલ ચોરી કર્યાની કબુલાત કરતાં પાવાગઢ પોલીસ મથકનો મોબાઈલ ચોરીનો ભેદ ઉકેલવા સફળતા મળી.