હાલોલ તાલુકાના પાવાગઢ થી બોડેલીને જોડતા સ્ટેટ હાઈવેને પહોળો કરવાની કામગીરી હાથ ધરાઈ છે. ત્યારે છાજ દિવાળી પાસે બનાવેલ બોકસ ક્ધવર્ઝન વાહન વ્યવહાર માટે શરૂ કરી દેવામાં આવ્યું હોય જેને લઈ અકસ્માતની ધટના બનવા પામી છે. કાર ચાલક સ્કુટરને અડફેટમાં લેતાં સ્કુટર ચાલકનું મોત નિપજાવા પાામ્યુંં. જ્યારે પાછળ બેઠેલ વ્યકિતને ઈજાઓ થતાં સારવાર માટે ખસેડવામાં આવ્યા.
પ્રાપ્ત વિગતો મુજબ પાવાગઢ-બોડેલીને જોડતા સ્ટેટ હાઈવે રોડને પહોળો કરવાની કામગીરી ચાલી રહી છે. ત્યારે છાજ દિવાળી પાસે નવા બનાવેલ ક્ધવર્ઝન બનાવવામાં આવ્યું છે. નાળાની કામગીરી સમયે ડાયવર્ઝન આપવામાં આવ્યું હતું પરંતુ ચોમાસાની સીઝન શરૂ થતાં નવા બનાવેલ ક્ધવર્ઝનની બન્ને સાઈડે રસ્તાની કામગરી કર્યા વગર વાહન વ્યવહાર શરૂ કરી દેવામાં આવ્યો છે. જેને લઈ અકસ્માતની ધટનાઓ વધી ર હી છે. ગતરાત્રીના સમયે કાલોલ તાલુકાના ડેરોલ ગામના મિત્રો જન્મ દિવસની ઉજવણી માટે ભાટ ગામ પાસે દેશી ધાબા જમવા આવ્યા હતા અને જમીને પતર ફરી રહ્યા હતા. ત્યારે છાજ દિવાળી પાસે બોકસ ક્ધવર્ઝન ઉપર પાવાગઢ તરફથી આવતી કારના ચાલકે સ્કુટરને અડફેટમાં લેતાંં સ્કુટર ચાલક રાજેશભાઇ પૂનમચંદ સોનીને ગંભીર ઈજાઓ થતાં ધટના સ્થળે મોત નિપજાવા પામ્યું હતુંં. જ્યારે સ્કુટર પાછળ બેઠેલ સુદભાઇ ઉપેન્દ્રભાઇ પટેલને રોડ ઉપર પાડી દેતાં ઈજાઓ પહોંચી હતી. જેને સારવાર માટે હાલોલ રેફરલમાં ખસેડવામાં આવ્યો. મૃતકના મૃતદેહને સરકારી હોસ્પિટલમાં પી.એમ.અર્થે ખસેડવામાં આવ્યો હતો. અકસ્માતમાં કાર ચાલકને ઇજાઓ થતાં કાર પાવાગઢ પોલીસ મથકે મૂકી સારવાર માટે પહોંચ્યો હતો.