- મૃતક પ્રેમી પંંખીડા ગોધરા તાલુકાના પઢીયાર ગામના હોવાનુંં સામે આવતાં પરિવારોને જાણ કરાઈ.
પાવાગઢ,પાવાગઢ ડુંગર ઉપર આવેલ ભદ્રકાળી માતાજી મંદિર પાછળના જંગલમાં ઝાડની ડાળી સાથે ઓઢણી વડે પ્રેમી યુવક-યુવતિએ ગળે ફાંસો ખાઇ મરણ ગયેલ મૃતદેહો મળી આવ્યા.
પ્રાપ્ત વિગતો મુજબ પાવાગઢ યાત્રાધામ જાણે પ્રેમી યુગલો માટે આપધાત કરવાનુંં સ્થળ બન્યુંં હોય તેવા બનાવ સામે આવ્યો છે. પાવાગઢ ડુંગર ઉપર આવેલ ભદ્રકાળી માતાજીના મંદિર પાછળના જંગલમાં ઝાડ સાથે ઓઢણી વડે ગળે ફાંસો ખાઈ મરણ ગયેલ મૃતદેહ મળી આવ્યા છે. પ્રેમી પંખીડાના મૃતદેહ પાસે સ્વીચ ઓફ મોબાઈલ મળ્યા હતા. મોબાઈલ ફોન ચાલુ કરી પરિવારજનોનો સંપર્ક કરતા પ્રેમી પંખીડા ગોધરા તાલુકાના પઢીયાર ગામના હોવાનું સામે આવ્યું હતું. પોલીસે યુવક-યુવતિની ઓળખ કરીને મૃતદેહ પી.એમ.અર્થે હાલોલ રેફરલમાં ખસેડયા હતા. મૃતક યુવક અને યુવતિ અલગ-અલગ જ્ઞાતિના હોવાથી લગ્ન શકય ન હતા. જેમાં યુવક પરમાર અને યુવતિ પટેલ જાતિની હોવાની લગ્ન થઈ શકે તેમ ન હોવાથી આપધાત જેવું પગલુંં ભર્યુ હતું. તપાસમાં સામે આવ્યું હતું કે, મૃતક યુવક હિતેશ દોલતભાઇ પરમાર ગામની યુવતિ સાથે ભાગી જતા ભુતકાળમાં સામાજીક રીતે કિસ્સો કોર્ટ સુધી ગયો હતો. મૃતક હિતેશ પરમાર જે આઈ.ડી.આઈ. કરી હાલોલ એલ.એમ.પાવર કંપનીમાં નોકરી કરતોં હતો. 13 ડીસેમ્બરનાર રોજ નાઈટ શીફટમાં નોકરી માટે ધરેથી નિકળેલ હતો અને ગુરૂવારે પરત નહિ આવતાં અને તેનો મોબાઈલ ફોન બંધ આવતા પરિવારજનો ચિંતામાં મુકયા હતા. તેમાં યુવતિ પણ ધરે ન હોવાથી બન્ને પરિવારોએ શોધખોળ કરી હતી અને હિતેશ એ યુવતિ સાથે ફોટો શેર કરી આપધાત કરતા હોવાનું જણાવ્યું હતું. યુવક-યુવતિના મૃતદેહ પાવાગઢ ખાતેથી મળી આવ્યાની જાણ પરિવારજનોને કરતાં બન્નેના પરિવારજનો પાવાગઢ દોડી આવ્યા હતા.