- મોડી સાંજે ખાઈમાં ખાબકેલ પ્રેમી યુગલે આખી રાત ડર વચ્ચે ખાઈમાં વિતાવી.
ગોધરા, પાવાગઢ યાત્રાધામ ખાતે કલોલ (કડી) થી બાધા પુરી કરવા માટે પરણિત પ્રેમીકા સાથે પ્રેમી યુવક આવ્યો હતો અને પાવાગઢ જંગલમાં બન્ને ફરી રહ્યા હતા. દરમિયાન બન્નેના પગ લપસતા ખીણમાં પડયા હતા. આખી રાત ભય સાથે ખીણમાં વિતાવી હતી સવાર પડતા ખોવાઈ ગયેલ મોબાઈલ મળતા 108ને ફોન કરીને મદદ માંગી હતી. 108 ટીમે ધટના સ્થળે દોડી આવી હતી. પરંતુ કોઈ સગળ નહિ મળતાં પોલીસ અને ફાયર બ્રિગેડને જાણ કરતા ફાયર બ્રિગેડના જવાનો દ્વારા ભારે જહેમત બાદ બન્નેને શોધી કાઢીને દોરડા અને સ્ટ્રેચર વડે રેસ્કયુ કરવામાં આવ્યું હતુંં.
કલોલ (કડી) ખાતેથી યુવક અને તેની પરણિત પ્રેમીકા પાવાગઢ યાત્રાધામ ખાતે બાધા પુરી કરવા માટે આવ્યા હતા. માતાજીના દર્શન કરી બાધા પુરી કરીને પાવાગઢ તળેટીમાં આવ્યા હતા અને નાસ્તો લઈને હેલીકલ વાવન પાછળ જંગલ વિસ્તારમાં આવેલ ડુંગર ઉપર ફરવા અને નાસ્તો કરવા માટે પહોંચ્યા હતા. ડુંગર ઉપર ઉભેલ પ્રેમીકાનો પગ લપસી પડયો હતો. બન્ને ડુંગરના ઢાળમાં ઢસડાઈને 150 ફુટ ઉંડી ખાઈમાં પાણી ભરાયેલ તળાવના વચ્ચે આવેલ માટીના ઢગલામાં બન્ને પડયા હતા. માટી હોવાને લઈ બન્નેના જીવ બચ્યા હતા. મોડી સાંજે ખાઈમાં ખાબકેલ પ્રેમી યુગલ આપી રાત ડરના માહોલ વચ્ચે ભરજંગલ વચ્ચે રાત ગુજારી હતી. સવાર થતાં ખાવાઈ ગયેલ મોબાઈલ ફોન મળતાં 108 એમ્બ્યુલન્સને ફોન કરી મદદ માંગતા 108 ધટના સ્થળે પહોંચી હતી. પરંતુ મદદ માંગનારની ભાળ નહિ મળતાં પોલીસ અને ફરિયાદ બ્રિગેડને જાણ કરતાં ફાયર બ્રિગેડ અને પોલીસ ધટના સ્થળે દોડી આવી હતી. ફાયર ફાયટરો દ્વારા 150 ફુટ ઉંડા ખીણમાં પડેલ બન્ને પ્રેમી યુગલને દોરડા અને સ્ટ્રેચરની મદદથી બહાર કાઢવામાં આવ્યા હતા અને બન્નેને સારવાર અર્થે હાલોલ રેફરલ દવાખાનામાં ખસેડવામાં આવ્યા હતા.