- કોરોનાની ગાઈડલાઈનું પાલન કરવા મંદિર રહેશે બંધ
- શ્રદ્વાળુઓ માટે લાઇવ દર્શનની સુવિધા કરવામાં આવશે
હાલ વિશ્વ ભરમાં ચાલી રહેલા કોરોના મહામારી ને લઇ લેવાયો મોટો નિર્ણય પંચમહાલના જીલ્લામાં આવેલા પવિત્ર પાવાગઢ મંદિર આગામી નવરાત્રી દરમિયાન દર્શનાર્થીઓ માટે રહેશે બંધ હાલ તારીખ.16.10.20 થી 01.11.20 સુધી પાવાગઢ મંદિર દર્શનાર્થીઓ માટે બંધ રાખવાનો નિર્ણય પાવાગઢ ટેમ્પલ કમિટી દ્વારા લેવામાં આવ્યો છે.
કોવિડ 19 ની ગાઈડ લાઈન નું પાલન કરવું શક્ય ન હોય તેને લઇ લેવાયો છે આ નિર્ણય પાવાગઢ ખાતે નવરાત્રી દરમિયાન મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ પાવાગઢ માતાજી ના દર્શન અર્થે આવતા હોય છે જેને લઇ ને મંદિર કમિટીએ નિર્ણય લીધી છે. નવરાત્રી પૂર્ણ થયેથી મંદિર નિયમિતપણે દર્શન માટે ખુલ્લું મુકવામાં આવશે.