
મુરાદાબાદના પખવારા વિસ્તારમાં એક વ્યક્તિએ પોતાની પત્નિ સાથે ઝઘડો થયાં બાદ મોબાઈલ ટાવર પર ચડી ગયો. પોતાની પત્નિથી કંટાળીને તે મોબાઈલ ટાવર પર ચડી ગયો અને જીવ આપી દેવીની ધમકી દેવા લાગ્યો.આ વ્યક્તિની આવી હરકત જોઈને મોટી સંખ્યામાં ત્યાં લોકો એકઠાં થઈ ગયા. પોલીસને પણ આ અંગે જાણકારી આપી દેવામાં આવી.
મોબાઈલ ટાવર પર ચડ્યા બાદ તેણે કહ્યું કે, હું મારી પત્નિથી કંટાળી ગયો છું. તે મને ખોટા કેસમાં ફસાવવાની કોશિશ કરી રહી છે પરંતુ પોલીસ મારી વાત નથી સાંભળી રહી. હું આ સંબંધથી છૂટકારો મેળવવા માંગું છું.