કર્ણાટક હાઈકોર્ટે કહ્યું છે કે જો કોઈ પતિ લગ્ન પછી તેની પત્ની સાથે શારીરિક સંબંધ બાંધવાનો ઇનકાર કરે તો તે હિંદુ મેરે અરજદારે પત્ની સાથે શારીરિક સંબંધ બાંધવાનો ઈરાદો રાખ્યો નહોતો. તેના મતે પ્રેમ બે આત્માઓનું મિલન છેજ એક્ટ હેઠળ ક્રૂરતા સમાન છે, પરંતુ આઇપીસીની કલમ ૪૯૮છ હેઠળ ગુનો બનતો નથી.
કોર્ટે ૨૦૨૦માં પતિ અને તેના પરિવારના સભ્યો વિરુદ્ધ પત્ની દ્વારા દાખલ કરાયેલા ફોજદારી કેસને પણ ફગાવી દીધો હતો. કોર્ટે તાજેતરમાં આપેલા ચુકાદામાં આ ટિપ્પણી કરી છે. આ કપલે ૧૮ ડિસેમ્બર ૨૦૧૯ના રોજ લગ્ન કર્યા હતા. લગ્નના માત્ર ૨૮ દિવસ બાદ પત્ની તેના મામાના ઘરે જતી રહી હતી. ૫ ફેબ્રુઆરી, ૨૦૨૦ ના રોજ, મહિલાએ તેના પતિ અને પરિવારના સભ્યો વિરુદ્ધ દહેજ ઉત્પીડનનો કેસ દાખલ કર્યો હતો. પત્નીએ હિંદુ મેરેજ એક્ટ હેઠળ લગ્ન રદ કરવા માટે કેસ પણ દાખલ કર્યો હતો. આ પછી, ૧૬ નવેમ્બર ૨૦૨૨ ના રોજ, બંને વચ્ચે છૂટાછેડા થઈ ગયા હતા.
પત્ની દ્વારા દાખલ કરાયેલા દહેજના કેસને પતિએ હાઈકોર્ટમાં પડકાર્યો હતો. આ મામલાની સુનાવણી કરતી વખતે જસ્ટિસ એમ નાગપ્રસન્નાએ કહ્યું હતું કે અરજદાર પર આરોપ છે કે તેણે ક્યારેય તેની પત્ની સાથે શારીરિક સંબંધ બાંધવાનો ઈરાદો નહોતો રાખ્યો. તે આધ્યાત્મિક વિચારસરણીમાં માનનાર વ્યક્તિ છે અને તેનું માનવું છે કે પ્રેમ ક્યારેય શારીરિક સંબંધ પર આધારિત નથી હોતો, તે આત્માઓનું મિલન હોવું જોઈએ. કોર્ટે કહ્યું કે પત્ની દ્વારા પતિ પર લગાવવામાં આવેલા આરોપો હિંદુ લગ્ન અધિનિયમની કલમ ૧૨(૧) હેઠળ ક્રૂરતા સમાન છે, પરંતુ આઇપીસીની કલમ ૪૯૮છ હેઠળ ક્રૂરતા નથી. ચાર્જશીટમાં અરજદાર વિરુદ્ધ એવી કોઈ ઘટના કે તથ્ય નથી, જેનાથી તે આઇપીસીની કલમ હેઠળ ક્રૂરતાને આધીન સાબિત થાય.જસ્ટિસે એમ પણ કહ્યું હતું કે ફેમિલી કોર્ટે છૂટાછેડા માટે શારીરિક સંબંધો ન રાખવાને ક્રૂરતા ગણાવી છે, પરંતુ કોર્ટ તેના આધારે ફોજદારી કાર્યવાહી ચાલુ રાખવાની મંજૂરી આપી શકે નહીં. જો એમ કરાય તો તે કાયદાનો દુરુપયોગ ગણાશે.