પત્ની સાથે સંબંધ બાંધી શકે એટલા માટે પિતાએ ૧૦ વર્ષના દીકરાની હત્યા કરી નાખી

ઇટાવા, યૂપીમાં એક પિતાએ પોતાના દીકરા કે જેની ઉંમર ફક્ત ૧૦ વર્ષ હતી, તેની હત્યા ફક્ત એટલા માટે કરી હતી કે તે પત્ની સાથે શારીરિક સંબંધ બનાવી શકે. તેણે પોતાના દસ વર્ષના દીકરાને કુવામાં ફેંકીને હત્યા કરી દીધી. ઘટના ઉત્તર પ્રદેશના ઈટાવા જિલ્લાની છે. જિલ્લાના ઈકદિલ વિસ્તારના નગલા મોતી ગામમાં એક સાવકા પિતાએ આ ઘટનાને અંજામ આપ્યો હતો. ૧૮ જૂને ગુમ થયેલા માસૂમની લાશને તળાવમાંથી જપ્ત કર્યા બાદ પોલીસે ઊંડાણપૂર્વક તપાસ કરતા સાવકા પિતા તેનો હત્યારો નીકળ્યો હતો.

ઈટાવાના એસએસપી સંજય કુમારે માસૂમ સાગરની હત્યાનો ખુલાસો કરતા જણાવ્યું કે સાગરના સાવકા પિતા અવધેશે પોતાના દીકરાને કુવામાં ફેંકીને હત્યા કરી દીધી. વરિષ્ઠ પોલીસ અધીક્ષક સંજય કુમારે જણાવ્યું કે, બાળકની હત્યામાં બાળકના સાવકા પિતા અવધેશ કુમારની ભૂમિકા સંદિગ્ધ જણાતા પોલીસ ટીમે ગાળીયો કસ્યો. મૃતકના સાવકા પિતાએ રેલવે ક્રોસિંગ નગલા મોતી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાંથી પોલીસે ધરપકડ કરી. પોલીસ ટીમે પૂછપરછ કરવા પર આરોપીની ધરપકડ કરી અને તેણે ગુનો કબુલ કર્યો છે.

તેણે જણાવ્યું કે, તે પોતાની પત્ની સોનીથી એક બાળક પેદા કરવા માગતો હતો, પરંતું તેની પત્ની વારંવાર પોતાના બાળકનો હવાલો આપીને રિલેશન બાંધવા માટે તૈયાર થતી નહોતી. આ વાતથી કંટાળેલા પતિએ યોજના બનાવી અને સાગરને ખતમ કરવાનો પ્લાન બનાવ્યો. તેની પત્ની ૧૭ જૂને જ્યારે પોતાના પિયર જતી રહી તો, બીજા જ દિવસે અવધેશે આ કાંડ કરી નાખ્યો. દિવસના ૧૦ વાગ્યે મોકો જોઈને સાગરને ચારો કાપવાના બહાને પોતાની સાથે લઈ ગામની બહાર થોડે દૂર ખેતરમાં લઈ ગયા અને ત્યાં બનેલા કુવામાં ધક્કો આપી દીધો અને તેને ડુબાડ્યા બાદ ત્યાંથી ભાગી ગયો. જ્યારે પરિવારના લોકોએ તેની શોધખોળ કરી તો બીજા દિવસે પોલીસે ગુમરાહ કરવા લાગ્યો અને ૧૯ જૂને સાગર ગુમ થયો હોવાની ફરિયાદ નોંધાવી.

પોલીસે સાગરની તપાસ કરતા કેટલાય લોકો સાથે પુછપરછ કરી. કેટલાય લોકોની ધરપકડમાં રાખીને સતત પ્રેશર બનાવી દીધું, પણ પોલીસને કોઈ સફળતા મળી નહીં. સ્થાનિક લોકોની સૂચનાના આધાર પર પોલીસે નગલ મોતી ગામથી ૨૦૦ મીટર દૂર પર સ્થિત એક તળાવથી સાગરની લાશ જપ્ત કરી. જ્યારે સાગરની લાશ જપ્ત કરી તો મોટી સંખ્યામાં ગામના તળાવની આસપાસ પહોંચી ગયા, પણ સાગરનું મોત લઈને કોઈ પણ કંઈ બતાવવાની સ્થિતીમાં નહોતા.

સાગરની લાશ મળ્યા બાદ આ વાતની ચર્ચા ગામમાં શરુ થઈ કે સાગરના મોતનું રાજ ક્યાંકને ક્યાંક તેના ઘર સાથે જ કનેક્શન જોડીને દેખાઈ રહ્યું હતું. આ આધાર પર પોલીસે ઊંડાણપૂર્વક પડતાળ શરુ કરી તો આ મામલાનો ખુલાસો કર્યો. હત્યારોપી અવધેશની સોની નામની મહિલા સાથે કોર્ટ મેરેજ કર્યા છે. અવધેશને પહેલા કોઈ દીકરો નથી અને પહેલી પત્ની તેને છોડીને જતી રહી હતી. એટલા માટે અવધેશે સોની નામની મહિલા સાથે કોર્ટ મેરેજ કરી લીધા. જે સોનીની અવધેશ સાથે લગ્ન કર્યા છે અને તેના પણ આ ત્રીજા લગ્ન છે.