પત્નીનું મોત થયું હોવા છતાં સ્મશાન યાત્રા અટકાવીને મતદાન કર્યું

વડોદરા, ગુજરાતની લોકસભાની ૨૫ બેઠકો માટે આજે મતદાન યોજાયું હતું. ભારે ગરમી હોવા છતાં મતદારોએ મતદાન કર્યું હતું. જોકે કેટલાક મતદાન કેન્દ્રોમાં સન્નાટા જેવી પરિસ્થિતિ જોવા મળી હતી

વડોદરાના પાદરામાં મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અહીં એક એવો કિસ્સો સામે આવ્યો છે, જેણે સાંભળીને તમે એકવાર તો વિચારમાં પડી જશો.મોભા ગામે રહેતા કનુભાઈ નગીનભાઈ ભાવસારનાં ધર્મ પત્નિ સરોજબેનનું ૩૫ વર્ષનીં ઉંમરે અવસાન થયું હતું. સરોજબેન છેલ્લા ઘણા સમયથી ડાયાબિટીસની બિમારી હોવાથી તેઓની સારવાર ચાલી રહી હતી. અગ્નિ સંસ્કાર પહેલા કનુભાઈ ભાવસારે તેઓની પુત્રી સાથે મતદાન કર્યું હતું. આ સમગ્ર બાબતે ગામનાં ડેપ્યુટી સરપંચ અજય પંડ્યાએ જણાવ્યું હતું કે, પોતાની ધર્મ પત્નીનું અવસાન થયું હોવા છતાં કનુ ભાવસારે મરણ પ્રસંગે પણ મતદાન કરી અન્ય લોકોને પ્રેરણા પૂરી પાડી હતી.

સુરતમાં લગ્નના દિવસે જ વરરાજાએ પ્રથમ મતદાન કર્યું છે. પાંડેસરાના યુવકના આજે લગ્ન હતાં અને લગ્ન પહેલા જ યુવક પોતાના પરિવાર સાથે મતદાનની ફરજ અદા કરી છે. સાથે યુવકે લગ્નમાં તમામ લોકોને લગ્ન પહેલાં મતદાન કરવા અપીલ કરી હતી.