આગરા: પતિ-પત્નીનો સંબંધ ખૂબ જ પ્રેમાળ અને અનમોલ પણ સંવેદનશીલ પણ હોય છે. આવું અમે નહીં પણ પોલીસ પાસે આવેલ એક કિસ્સો કહી રહ્યો છે, કારણ કે ક્યારે કઈ વાતને લઈને પતિ-પત્નીમાં બોલાચાલી થઈ જાય અને વિવાદ થઈ જાય તેના વિશે કહી શકાય નહીં. આવો જ એક કિસ્સો યૂપીમાંથી સામે આવ્યો છે. જેમાં લિપસ્ટિક ઝગડાનુ કારણ બની ગઈ અને મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચી ગયો. ત્યાર બાદ પોલીસે ફેમિલી કાઉન્સિલીંગની મદદ લેવી પડી. આમ તો પરિવાર પરામર્શ કેન્દ્રમાં અલગ અલગ પ્રકારના કિસ્સા આવાત જ હોય છે. ક્યારેક પતિ પત્ની અને વોનો મામલો હોય છે, તો ક્યારેય સંપત્તિનો મામલો, પણ આ વખતે એક અલગ જ પ્રકારનો કિસ્સો સામે આવ્યો છે.
હકીકતમાં જોઈએ તો, પરિવાર પરામર્શ કેન્દ્રમાં આવેલી એક યુવતીએ આરોપ લગાવ્યો છે કે પતિએ તેની સાથે ફક્ત એ વાત પર મારપીટ કરી કે તેણે હોઠ પર લગાવેલી લિપસ્ટિક કેમ ભૂંસાઈ ગઈ, તો વળી પતિનું કહેવું હતું કે, રાતમાં પત્નીએ તેની સામે હોંઠ પર લિપસ્ટિક લગાવી હતી, પણ સવારે તેના હોઠ પર લિપસ્ટિક ગાયબ હતી. લગ્નને હજુ ત્રણ મહિના જ થયા છે અને પતિ પોતાની પત્ની પર શક કરે છે.
પતિ શહીદ નગરનો રહેવાસી છે, જે સિકંદરા વિસ્તારમાં એક બૂટની ફેક્ટ્રીમાં કામ કરે છે. ત્રણ મહિના પહેલા યુવતી સાથે લગ્ન થયા હતા. લગ્ન બાદથી બધુ બરાબર ચાલતું હતું. પતિનું કહેવું છે કે દરરોજની માફક તે ફેક્ટ્રીમાંથી આવ્યો. રાતમાં સુતી વખતે પત્નીએ તેની સામે પોતાના હોઠ પર લિપસ્ટિક લગાવી હતી, પણ સવારે જ્યારે પત્નીને જોઈ તો તેના હોઠ પર લિપસ્ટિક ગાયબ હતી. પત્નીને તેના વિશે પુછ્યું તો અલગ અલગ જવાબ આપવા લાગી.
તો વળી પત્નીનું કહેવું છે કે, રાતના લિપસ્ટિક લગાવી હતી, સવારે બ્રશ કર્યું, મોં ધોયું, નાશ્તો કર્યો તો લિપસ્ટિક હટી ગઈ. પણ પતિ મારા પર શક કરે છે. પતિએ લિપસ્ટિક હટવા બદલ મારપીટ કરી, જેના કારણે વાત પોલીસ સ્ટેશન સુધી પહોંચી ગઈ. પોલીસે આ કિસ્સો પરિવાર પરામર્શ કેન્દ્રમાં મોકલી દીધો છે. ત્યાં સુનાવણી થઈ રહી છે. જ્યાં બંનેને સમજાવવાની કોશિશ કરી છે અને આગામી તારીખે તેનું નિવારણ લાવી દેવામાં આવશે.