રાજસ્થાનના અલવરમાં એક હૃદયદ્રાવક ઘટના પ્રકાશમાં આવી છે. પત્નીએ લાજ ન કાઢતા પતિએ પોતાની ત્રણ વર્ષની પુત્રી પર પોતાનો ગુસ્સો કાઢ્યો હતો. ગુસ્સે ભરાયેલા પતિએ પત્નીના ખોળામાંથી ત્રણ વર્ષની માસૂમ પુત્રીને છીનવી લીધી અને જમીન પર ફેંકી દીધી હતી.
આ ઘટનામાં છોકરી તરત જ મૃત્યુ પામી હતી, આશ્ચર્યજનક વાત એ છે કે, આરોપીએ લોકોથી છુપાઈને દીકરીના અંતિમ સંસ્કાર પણ કર્યા હતા. ઘટનાને અંજામ આપ્યા બાદ તે સ્થળ પરથી ભાગી ગયો હતો. આ ચોંકાવનારી ઘટના અલવરના બેહરોડ પોલીસ સ્ટેશનની છે.
પીડિત પત્નીએ પતિ વિરુદ્ધ બેહરોડ પોલીસ સ્ટેશનમાં કેસ દાખલ કર્યો છે (Case File Against Husband). પોલીસ આ કેસની તપાસ સાથે આરોપીની શોધ કરી રહી છે. પરંતુ આજદિન સુધી પોલીસને આરોપીની કોઈ ભાળ મળી નથી. બેહરોર પોલીસ સ્ટેશનના અધિકારી પ્રેમ પ્રકાશે જણાવ્યું કે, મોનિકા યાદવ નામની મહિલાએ તેના પતિ વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. તેણે કહ્યું કે, તેનો પતિ પ્રદીપ યાદવે તેને લાજ કાઢવાનું કહ્યું હતું. પત્નીએ લાજ ન કાઢવાના કારણે તે ગુસ્સે થઈ ગયો હતો.
બાળકીને મળી માતાની લાજ ન કાઢવાની સજા
પહેલા તેણે તેની પત્ની મોનિકા પર હુમલો કરી તેને માર માર્યો હતો. જ્યારે તેનાથી પણ તેનું મન ભરાયું નહીં, ત્યારે તેણે 3 વર્ષની માસૂમ પુત્રીને પત્નીના ખોળામાંથી ખેંચીને જમીન પર ફેંકી દીધી હતી. જેના કારણે તેનું તાત્કાલિક મોત નીપજ્યું હતું. બાળકીના અંતિમ સંસ્કાર ચૂપચાપ કર્યા બાદ તે સ્થળ પરથી ભાગી ગયો હતો. પોલીસ સતત આરોપીની શોધ કરી રહી છે.
નિર્દય પિતાને ત્રણ વર્ષની માસૂમ બાળકીના મોત માટે બિલકુલ અફસોસ ન હતો. ગુસ્સે ભરાયેલા માણસે તેના પોતાના સગા બાળકને જમીન પર ફેંકી દીધી હતી. ઇજાઓના કારણે બાળકીનું તાત્કાલિક મૃત્યુ થયું હતું. આરોપી હજુ પોલીસની કસ્ટડીમાંથી બહાર છે. હાલ આ સમગ્ર મામલે પોલીસ કેસની તપાસ કરી રહી છે.
મહત્વનું છે કે, આવી સામાન્ય તકરારોમાં થયેલા ગુનાઓના કિસ્સા અવારનવાર સામે આવતા હોય છે. જેમાં સામાન્ય કરાણોસર લોકો પોતાના નજીકના લોકોની જ હત્યા કરી દેતા હોય છે. આ પહેલા મધ્યપ્રદેશના દતિયા જિલ્લામાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો હતો. જેમાં પતિને ચટણીનો સ્વાદ સારો ન લાગતા તેણે તેની પત્નીની હત્યા કરી નાખી હતી. મળતી માહિતી મુજબ ગામમાં રહેતા આનંદ ગુપ્તા નામનો શખ્સ નાસ્તાની દુકાન ચલાવે છે. નાસ્તાની દુકાનમાં સમોસા-કચોરી વેચવાનું કામ કરે છે. આ માટે તે પોતાની પત્ની પાસેથી ઘરે જ ચટણી બનાવતો હતો.