પત્ની, દીકરી કે કોઈ અન્ય… રાષ્ટ્રપતિની ચૂંટણીથી બહાર થયા બાદ કોણ બનશે ટ્રમ્પના ઉત્તરાધિકારી?

અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિને કોલોરાડોની કોર્ટે મોટો ઝાટકો આપ્યો છે. 6 જાન્યુઆરી 2021ના રોજ કેપિટલ હિલ ઉપર થયેલા તોફાનમાં ડોનાલ્ડ ટ્રમ્પના સમર્થકોની ભૂમિકાને જોતા કોર્ટે વર્ષ 2024માં યોજાનાર રાષ્ટ્રપતિ ચૂંટણી માટે પૂર્વ રાષ્ટ્રપતિ ટ્રમ્પને અયોગ્ય જાહેર કરી દીધા છે. એટલે કે ડોનાલ્ડ ટ્રમ્પ હવે 2024માં યોજાનાર રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ભાગ લઈ શકશે નહીં.

અમેરિકાના સંવિધાન હેઠળ કોર્ટે આ ફેંસલો કર્યો છે. રિપોર્ટ અનુસાર અમેરિકાના ઇતિહાસમાં પ્રથમ વખત સંવિધાનના 14માં સંશોધનની કલમ 3 નો ઉપયોગ કરીને ઉમેદવારને રાષ્ટ્રપતિ પદ માટે અયોગ્ય જાહેર કરવામાં આવ્યા છે. જોકે તેમણે કોર્ટના આ નિર્ણયમાં રાષ્ટ્રપતિ બાયડનનો હાથ હોય તેમ જણાવ્યું છે. તેમણે કહ્યું હતું કે તે આ ફેંસલાને બદલવા માટે અમેરિકાની સુપ્રીમ કોર્ટમાં જશે. સુપ્રીમ કોર્ટમાં જવા માટે તેમની પાસે ચાર જાન્યુઆરી સુધીનો સમય છે આ સંજોગોમાં સવાલ ઉઠે છે કે હવે ડોનાલ્ડ ટ્રમ્પનું શું થશે અને જો ડોનાલ્ડ ટ્રમ્પ આ ચુંટણીથી બહાર થઈ જાય તો બાયડનની જીત કેટલી સરળ થઈ શકે છે.બીજી તરફ ટ્રમ્પ પરિવારમાંથી પણ કોઈ રાષ્ટ્રપતિ પદ માટે ચુંટણી લડી શકે છે.

પ્રથમ પત્નીનું નામ ઇવાના જેલ્વિકોવા, બીજીનું નામ માર્લા મેપલ્સ અને ત્રીજીનું નામ મેલાનિયા ટ્રમ્પ છે.ટ્રમ્પની પ્રથમ પત્ની ઇવાના જેલ્વિકોવા ઓલિમ્પિક રમતવીર હતી. તેણે વર્ષ 1977માં ટ્રમ્પ સાથે લગ્ન કર્યા હતા. તેમને ત્રણ બાળકો છે, ડોનાલ્ડ ટ્રમ્પ જુનિયર, ઇવાન્કા અને એરિક.

ટ્રમ્પે 1993માં માર્લા મેપલ્સ સાથે બીજી વખત લગ્ન કર્યા હતા. માર્લા મેપલ્સ અભિનેત્રી છે. બંનેને ટીફની નામનો પુત્ર છે. વર્ષ 1995માં ડોનાલ્ડ ટ્રમ્પે ત્રીજી વખત મેલાનીયા સાથે લગ્ન કર્યા હતા. મેલાનિયા ટ્રમ્પ વ્યવસાયે મોડલ છે અને બંનેને એક પુત્ર બેરોન છે. ડોનાલ્ડ ટ્રમ્પ તેમના પરિવારમાંથી કોઈપણ વ્યક્તિને ઉમેદવાર તરીકે ઉભા કરી શકે છે. તેમના પરિવારના અન્ય સભ્યોમાં ઇવાન્કા ટ્રમ્પ રાજકારણમાં સૌથી વધુ સક્રિય રહી છે. જોકે વર્ષ 2022માં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ઇવાન્કા ટ્રમ્પે જાહેરાત કરી હતી કે તે ભવિષ્યમાં રાજકારણમાં આવવાની તેની કોઈ યોજના નથી.