પત્ની અન્ય વ્યક્તિ સાથે લિવ-ઈનમાં રહેતી હતી, પતિએ તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી મોતને ઘાટ ઉતારી

હિસાર,હરિયાણાના હિસારમાં ૪ મહિનાની ગર્ભવતી મહિલાની હત્યાનો લાઈવ વીડિયો સામે આવ્યો છે. પત્ની લિવ-ઈન રિલેશનશિપમાં હોવાથી નારાજ પતિએ તિક્ષ્ણ હથિયાર વડે પત્નીની હત્યા કરી નાખી. તે તેની પત્ની પર ત્યાં સુધી ઘા મારતો રહ્યો, જ્યાં સુધી તે મોતને ન ભેટી. આ મામલો બુધવાર રાતનો છે. ઘટના હિસારના અગ્રોહા બ્લોકના લાંધડી ગામની છે. મૃતક ૨૯ વર્ષીય રાજ બાલા તેના પતિને છોડીને છેલ્લા કેટલાક મહિનાઓથી અશોક નામના વ્યક્તિ સાથે લિવ-ઈનમાં રહેતી હતી. જેના કારણે નારાજ પતિ રોશન લાલે તેની હત્યા કરી નાખી. પોલીસે રોશન લાલની ધરપકડ કરી છે.

આ હત્યાના એક મિનિટના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. જેમાં એક મહિલા રાજબાલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર માં રસી અપાવીને સિમરન સાથે ઘરે પરત ફરી રહી હોવાનું જોવા મળે છે. જ્યારે તે ગેટ પાસે પહોંચે છે, ત્યારે તેનો પતિ રોશનલાલ બહાર પાર્કમાં તેની રાહ જોઈ રહ્યો હતો. તેના હાથમાં ધારદાર હથિયાર જોઈને રાજબાલા પીએચસી તરફ ભાગતી દોડી જાય છે.

આ જોઈને રોશનલાલ તેના પર પાછળથી હુમલો કરે છે અને તે જમીન પર પડી જાય છે. પછી તે સતત ૯ વખત ઘા મારે છે. તેના મૃત્યુ પછી પણ તે હુમલો કરવાનું ચાલુ રાખે છે. તે પછી તે બહાર જતો રહ્યો હતો. પછી રાજબાલાના મૃત્યુની પુષ્ટિ કરવા પાછા આવીને, તે ફરીથી ૧૦મી વખત પ્રહાર કરે છે. આ દરમિયાન કોઈ તેને પકડી શક્યું ન હતું. હત્યા કર્યા બાદ તે બાઇક પર લિટ લઇને જતો રહ્યો હતો.

રાજ બાલાએ ૨૦૧૩માં રોશન લાલ સાથે લગ્ન કર્યા હતા. જે બાદ તેમના પુત્રનો જન્મ થયો હતો. જે હવે ૫ વર્ષનો છે અને નાનાના ઘરે રહે છે. પોલીસ તપાસ અનુસાર, અશોક સાથે રાજબાલાનો પ્રેમ સંબંધ લગ્નના બે વર્ષ બાદ ૨૦૧૫માં શરૂ થયો હતો. તે સમયે રોશનલાલ ટ્રેક્ટર ચલાવતા હતા. આ પછી ૧૦ મહિના પહેલા બંને ઘરેથી ભાગી ગયા હતા અને ભાણા ગામમાં લિવ-ઈન રિલેશનશિપમાં રહેવા લાગ્યા હતા.

આ બાબતના નિરાકરણ માટે અનેક વખત પંચાયતો થઈ હતી. પંચાયતે તેને ગામની બહાર ખસેડવાનો નિર્ણય લીધો હતો. આમ છતાં લગભગ એક મહિના પહેલા તે ફરી ગામમાં રહેવા લાગ્યો હતો. જે બાદ હત્યાની આ ઘટના બની હતી.