પટના રેલવે સ્ટેશન પર પોર્ન ઘટના બાદ હવે બિહારના આ સ્ટેશન પર ખુલ્લેઆમ પ્રદર્શિત થયો અશ્લીલ જાહેરાતનો વીડિયો

પટણા,બિહારની રાજધાની પટના રેલવે સ્ટેશનનો એક વીડિયો ગયા મહિને જ વાયરલ થયો હતો, જ્યાં પ્લેટફોર્મ પર ટીવી સ્ક્રીન પર અચાનક એક અશ્લીલ વીડિયો ચાલવા લાગ્યો હતો. પટનામાં આ અશ્લીલ વીડિયોની ઘટના બાદ હવે ભાગલપુરથી પણ તેના જેવો જ એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યો છે.

મળતી માહિતી મુજબ ભાંગલપુરના ગોલંબર સ્ટેશન પાસે ડૉ. ભીમરાવ આંબેડકરની પ્રતિમા નજીક એક ડિજિટલ ડિસ્પ્લે સ્ક્રીન છે, જેના પર અચાનક જ અશ્લીલ શબ્દો સાથેની જાહેરાતનું પ્રદર્શન શરૂ થઈ ગયુ હતુ. ભાગલપુરમાં બનેલી આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

ભાગલપુરના સ્ટેશન ચોકમાં ત્યારે ગભરાટ ફેલાઈ ગયો જ્યારે ગોલાંબર ખાતે ભીમરાવ આંબેડકરની પ્રતિમાની નજીક ડિસ્પ્લે સ્ક્રીન પર વાંધાજનક સંદેશો પ્રદર્શિત થયો અને તે લાંબા સમય સુધી તે તેમનો તેમજ ચાલતો રહ્યો હતો. જે મેસેજ પ્રદર્શિત થઈ રહ્યો હતો તેમાં સરળ રીતે કહેવામાં આવ્યું હતું કે, ‘સેક્સ વર્કર માટે અહીં સંપર્ક કરો. પરંતુ બિહારના ભાગલપુર રેલવે સ્ટેશન પાસે આવા જ એક ડિજિટલ બોર્ડ પર આવી અશ્લીલ જાહેરાતો જોઈને ત્યાં હાજર લોકો ઉશ્કેરાઈ ગયા અને તેઓએ તરત જ ચોકમાં તૈનાત પોલીસકર્મીઓને જાણ કરી હતી અને બને તેટલુ જલદી તેને બંધ કરવા પણ સૂચન કર્યુ હતુ . ત્યારે આ સમય દરમિયાન કોઈએ આ ઘટનાને રેકોર્ડ કરી અને તેને સોશિયલ મીડિયા પર અપલોડ કરી હતી, જે બાદ તેનો વીડિયો વાયરલ થયો છે.

લગભગ ૧૦ થી ૧૫ મિનિટ સુધી ડિજિટલ સ્ક્રીન પર આવા જ અશ્લીલ સંદેશાઓ પ્રદર્શિત થતા રહ્યા. ડિજીટલ સ્ક્રીન બંધ થયા બાદ આ ઘટનાની જાણ જિલ્લા મેજીસ્ટ્રેટને કરવામાં આવી હતી. જે બાદ એસડીએમ ધનંજય કુમાર, સિટી ડીએસપી અજય ચૌધરી કોતવાલી પોલીસ સ્ટેશનની સાથે ઘટનાસ્થળે પહોંચ્યા અને મામલાની નોંધ લીધી, સાથે જ સ્ક્રીનને ત્યાંથી હટાવીને જપ્ત કરી લીધી. ડીએસપી અજય ચૌધરીએ માહિતી આપી હતી કે આ સમગ્ર ઘટના ટેકનિકલ ભૂલના કારણે બની છે. ડીએસપીએ કહ્યું છે કે, “સ્ક્રીન પર જે પણ દેખાય છે તેની પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. ટેકનિશિયનને બોલાવવામાં આવી રહ્યા છે અને જેણે પણ આ કર્યું તેની સામે કાર્યવાહી કરવામાં આવશે.”