ચાઇબાસા,
ઝારખંડના ચાઇબાસામાં મુફફસિલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેનાર એક મહિલાને સ્થાનિક અદાલતે પોતાના પતિની નોકરી અનુકંપાના આધાર પર હાંસલ કરવા માટે તેમની હત્યા કરવાની દોષી ઠેરવી તથા તેને આજીવન કારાવાસની સજા સંભળાવી.પોલીસે કહ્યું હતું કે અનુકંપાના આધાર પર નોકરી મેળવવાની લાલચમાં અનિતાદેવી ઉર્ફે અનિતા સિંહે ૨૫ જાન્યુઆરી ૨૦૧૭ના રોજ પોતાના પતિ રાજીવ કુમાર સિંહની હત્યા કરી તેમના શબને લટકાવી દીધુ હતું જેથી તેને આત્મહત્યાનું રૂપ આપી શકાય.
મહિલાના સસરા રામવિલાસ સિંહે પોલીસમાં જે ફરિયાદ દાખલ કરાવી છે તેમાં કહેવામાં આવ્યું છે કે તેમના પુત્રનું નામ રાજીવ કુમાર સિંહ હતું જેના લગ્ન વર્ષ ૨૦૧૭માં અનીતા સિંહથી થયા હતાં લગ્નના કેટલાક દિવસો બાદ પુત્રવધુ અનીતા જાણ કર્યા વીના અનેક વખત ગુમ થઇ જતી હતી ત્યારબાદ એક બે મહીના બાદ પાછી આવી જતી હતી.ત્યારબાદ જયારે તેમના પુત્રની ચાઇબાસા રેલવેમાં નોકરી લાગી તો તે રેલવે કવાર્ટરમાં જતો રહ્યો.
પોલીસને આપવામાં આવેલ માહિતી અનુસાર જયારે રાજીવ રેલવેના કવાર્ટરમાં રહેવા લાગ્યો તો વહૂ અનીતા,તેની માતા,બેન અને એક ભાઇ પણ જઇને રહેવા લાગ્યા.ત્યારબાદ આ બધાએ મળી રાજીવને ધમકાવ્યો અને રેલવેની નોકરીની લાલચમાં ૨૫ નવેમ્બર ૨૦૧૭ના રોજ તેનું ગળુ દબાવી તેની હત્યા કરી અને લાશને પંખાથી લટકાવી દીધી જેથી આ આત્મહત્યાનું રૂપ આપી શકાય.પોલીસે જયારે તપાસ કરી તો તમામ મામલો ખુલ્યા.
આ મામલાની તપાસ બાદ ચાઇબાસા પોલીસે અનિતા સિંહની ધરપકડ કરી ન્યાયિક હિરાસતમાં મોકલી આપી ચાઇબાસાના મુખ્ય જીલ્લા અને સત્ર ન્યાયાધીશે અનિતા સિંહને આજીવન કારાવાસની સજા સંભળાવી અને તેના પર ૧૦ હજાર રૂપિયાનો દંડ પણ લગાવ્યો.આ મામલે મુફફસિલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ૨૬ નવેમ્બર ૨૦૧૭ના રોજ નોંધાવ્યો હતો દોષી મહિલાનો પતિ રેલવેમાં નોકરી કરતો હતો.