અમદાવાદ, કાજલ હિન્દુસ્થાનીને લઈ ફરી એકવાર મોટી અપડેટ સામે આવી છે. વાત જાણે એમ છે કે, પાટીદાર સમાજ કાજલ હિન્દુસ્થાની માફી માંગે તેવી માંગ છેલ્લા એક મહિનાથી કરી રહ્યો છે. નોંધનિય છે કે, કાજલ હિન્દુસ્થાનીએ સુરતમાં અગાઉ યોજાયેલ કાર્યક્રમમાં મોરબીની દીકરીઓ અને ઉદ્યોગકારો માટે અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો હતો. આ મામલે કાજલ હિન્દુસ્તાનીએ હજી સુધી માફી માંગી નથી. આ તરફ હવે આ કેસમાં મોરબીના મનોજ પનારાએ વકીલ મારફતે કાજલ હિન્દુસ્થાની સામે હાઇકોર્ટમાં પિટિશન કરી છે.
કાજલ હિંદુસ્થાની દ્વારા પાટીદાર સમાજની દીકરીઓ સામેની ટિપ્પણીનો વિવાદ સતત વકરી રહ્યો છે. આ તરફ હવે કાજલ હિન્દુસ્થાની સામે ગુજરાત હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરાઇ છે. વિગતો મુજબ મોરબીના પાટીદાર અગ્રણી મનોજ પનારાએ કાજલ હિન્દુસ્થાની સામે ફરિયાદ માટે પિટિશન કરી છે. એક મહિના પહેલા મોરબી પોલીસને અરજી આપ્યા બાદ પોલીસે ગુનો ન નોંધાતા મનોજ પનારાએ હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા છે. મહત્વનું છે કે, હવે હાઈકોર્ટમાં આ પિટિશન પર ૧૯ એપ્રિલે સુનાવણી થશે.
કાજલ હિંદુસ્થાનીએ વર્ષ ૨૦૨૩ની ત્રીજી જૂને સુરતમાં ભાષણ કરી રહ્યાં હતા. એ ૫૦ મિનિટના ભાષણમાં એમણે વિવિધ સમાજમાં લવજેહાદ વિશે વાત કરી, પણ કાચુ ત્યારે કપાયુ જ્યારે મોરબી અને પાટીદાર સમાજની વાત કરી. ભાષણનો એક વીડિયો હવે વાયરલ થયો અને વિવાદ પણ થયો. પાટીદાર સમાજે એની દીકરીઓ પર મોટું લાંછન લગાવ્યું હોવાનું અનુભવ્યું, તો મોરબીમાં પાટીદાર અગ્રણીઓ મોરબીને અને પાટીદાર સમાજની દીકરીઓને નીચું જોવા જેવું થયું, એવો ગુસ્સો કરી રહ્યાં છે. મુદ્દો મુસ્લિમ યુવકો સાથે પાટીદાર દીકરીઓની ફ્રેન્ડશીપનો છે, મુદ્દો એ યુવકોને ૪૦ લાખની ગાડી અપાવવાનો છે અને મુદ્દો એ દીકરીઓની મમ્મીઓ રીલ બનાવવામાં વ્યસ્ત છે અને પપ્પા બિઝનેસમાં વ્યસ્ત છે એવો છે. અને આ જ મુદ્દે પાટીદાર સમાજના નેતાઓ ગુસ્સામાં છે. કાજલ હિંદુસ્થાની મોરબીની પટેલ દીકરી વિશે બોલ્યા હતા. ૭ દીકરીનો નામ વિના ઉલ્લેખ કર્યો હતો. પટેલ સમાજની ૭ દીકરીના મુસ્લિમ બોયફ્રેન્ડ છે. દીકરીઓએ ઘરેથી ચોરી કરી મુસ્લિમ યુવકોને કાર ગિટ કરે છે. દીકરીઓએ માતા-પિતાની વ્યસ્તતાનો લાભ ઉઠાવ્યો તેમજ કેટલાક કેસમાં એફઆઇઆર થઇ હોવાનું ખુલ્યું છે.