રાજકોટ,શહેરમાં પતિ અને પત્નીના સંબંધો પર લાંછન લગાવતો કિસ્સો સામે આવ્યો છે. મહિલાનો પતિ એટલો બધો ક્રૂર અને હેવાન નીકળ્યો. પતિએ પોતાના ભાણેજ અને મિત્રો સાથે પત્ની પર દુષ્કર્મ આચર્યું. અને પત્નીને માર મારીને તેનો વીડિયો પણ બનાવ્યો. પત્નીએ પતિ સહિત ત્રણ વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધાવી. મહિલાને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી છે.
મહિલાના પતિનું આ વર્તન હેવાનિયત અને માનસિક પછાતપણું બતાવે છે. જે પોતાની પત્ની જોડે આટલી હદે ક્રૂર વર્તન કરે છે. રાજકોટમાં એક પતિ પોતાની જ પત્નીને શારીરિક ત્રાસ આપવા ઉપરાંત ભાણેજ અને મિત્રો સાથે મળી દુષ્કર્મ આચરે છે. આ કિસ્સો સમાજ માટે કલંકતિ છે. અગાઉ પણ રાજકોટમાં પતિ, સાસુ અને સસરાએ પુત્રવધુનો પોર્ન વીડિયો બનાવી વેબસાઈટ પર મૂક્યો હતો. આ કિસ્સામાં પુત્રવધુને ૧૦થી વધુ વખત ઓનલાઈન સેક્સ કરાવામાં આવ્યું હતું. આ મામલે ત્રણેય સામે ફરિયાદ કરાતા ધરપકડ કરવામાં આવી હતી. રાજકોટમાં મહિલાએ પતિએ કરેલા અત્યાચાર સામે વિરોધ નોંધાવતા અવાજ ઉઠાવ્યો હતો. પત્નીએ પતિની આ હેવાનિયાતની પોલીસમાં ફરિયાદ કરી હતી. આ મામલે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
આજે આપણે વિકાસ કરી રહ્યા હોવા છતાં લોકો મહિલાઓ પર અત્યાચાર કરવાના માનસિક પછાતપણામાંથી બહાર આવતા નથી. માન-સન્માન આપવાની વાત તો દૂર રહી પરંતુ આજે નાની બાળકીથી લઈને મોટી વયની મહિલાઓ પર દુષ્કર્મ કરવામાં આવે છે. પુત્ર, ભાઈ, પિતા જેવા પવિત્ર સંબંધો પણ હવે વિશ્ર્વસનીય રહ્યા નથી. પુત્ર માતા પર બળાત્કાર કર્યો હોવાના તેમજ પિતાએ પુત્રી પર બળાત્કાર કરી ગર્ભવતી બનાવી હોવાના કિસ્સા સમાચારોમાં પ્રકાશિત થયા હતા. કોઈપણ સંબંધ મહિલાઓ માટે સુરક્ષિત નથી.