દે.બારીયા, દેવગઢ બારીયા નજીકના એક ગામમાંથી પીડિત મહિલાએ 181 પર ફોન કરીને જણાવેલ કે તેમને કુટુંબની એક અપરણિત મહિલા દ્વારા માનસિક હેરાનગતિ હોય તેમ જણાવતાં 181 અભયમ મહિલા હેલ્પલાઇન ટીમ લીમખેડા તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી ગયેલ અને પીડિતા જોડે વાતચીત કરી કાઉન્સિલિંગ દરમિયાન જણાવેલ કે તેમના પતિને આ અપરણિત મહિલા જોડે સાત વર્ષ પહેલાં પ્રેમસંબંધ હતા અને હાલ તેઓને કોઈ સબંધ નથી. તેમ છતાં તે મહિલાએ આજરોજ આ પીડિત મહિલા જોડે ઝગડો કરી માનસિક હેરાનગતિ કરેલ તેમજ ઘરમાંથી નીકળી જવા માટે ધમકીઓ આપેલ જેમાં 181 ટીમ દ્વારા પીડિત મહિલાના પતિને કાયદાકીય માર્ગદર્શન આપી સમજાવતા તેના પતિની પણ ભૂલ નીકળેલ જેથી તેણે પોતાની ભૂલની માફી માંગી તે અપરણિત મહિલા જોડે આજથી કોઈ સબંધ રાખીશ નહિ તેવી બાહેદરી આપેલ અને અપરણિત મહિલાને પણ સમજાવતાં તેણે પણ પોતાની ભૂલ સ્વીકારી માફી માંગી અને બાહેદરી આપેલ કે તેઓ હવેથી પીડિત મહિલાના પતિ જોડે કોઈ પણ જાતનો સબંધ રાખશે નહિ આમ અસરકારક કાઉન્સિલિંગ દરમીયાન બંને પક્ષોની મરજીથી સુખદ સમાધાન કરાવેલ છે.