પતિને માતા-પિતાથી અલગ રહેવાનું કહેવું એ ક્રૂરતા સમાન,દિલ્હી હાઇકાર્ટ

નવીદિલ્હી, દિલ્હી હાઈકોર્ટે કહ્યું છે કે પત્ની દ્વારા પતિને તેના પરિવારથી દૂર રહેવાનું કહેવું એ ક્રૂરતા સમાન છે. તે જ સમયે, પતિ માટે તેની પત્ની ઘરના કામ કરે તેવી અપેક્ષા રાખવી તેને ક્રૂરતા કહી શકાય નહીં. પરિણીતીને ઘરનું કામ કરવા માટે કહેવું એ તેને નોકરાણી બનાવવા સમાન નથી, બલ્કે તે પરિવાર પ્રત્યેના પ્રેમને કારણે માનવામાં આવશે.

જસ્ટિસ સુરેશ કુમાર કૈત અને જસ્ટિસ નીના બંસલ કૃષ્ણાની બેન્ચે ફેમિલી કોર્ટના નિર્ણય સામે પતિની અરજી સ્વીકારતી વખતે આ ટિપ્પણી કરી હતી. ફેમિલી કોર્ટે ક્રૂરતાના આધારે પતિને છૂટાછેડા આપવાનો ઇનકાર કર્યો હતો. હાઈકોર્ટે નિર્ણયને પલટી નાખ્યો અને પતિને છૂટાછેડા મંજૂર કર્યા.

કોર્ટે કહ્યું કે પુત્રની નૈતિક અને કાયદાકીય જવાબદારી છે કે તે પોતાના વળદ્ધ માતા-પિતાની સંભાળ રાખે અને લગ્ન પછી પત્નીની માંગ પર તેમનાથી અલગ રહેવું એ આપણી સંસ્કૃતિ નથી. હાલના કિસ્સામાં પતિએ પોતાનું લગ્ન જીવન બચાવવા માટે પત્ની સાથે અલગ રહેવાની વ્યવસ્થા કરી હતી, તેમ છતાં પત્ની તેના માતા-પિતા સાથે રહેવા લાગી હતી. વૈવાહિક બંધનને જાળવવા માટે, તે ખૂબ જ મહત્વપૂર્ણ છે કે પતિ અને પત્ની સાથે રહે. કામચલાઉ અલગ થવાથી પતિ-પત્નીના મનમાં અસુરક્ષાની લાગણી પેદા થાય છે કે અન્ય વૈવાહિક બંધન ચાલુ રાખવા તૈયાર નથી.