જામનગર,જામનગરમાં પરણીતાએ અગ્નિસ્નાન કર્યું હતું. પતિના ત્રાસથી કંટાળીને અગ્નિસ્નાન કર્યું હતું.શહેરના આ ઘટના ગુલાબનગર વિસ્તારની છે. પતિ અને મામીજીના આડા સંબંધો હતા.પતિ, મામીજી અને બે પુત્રો મારકૂટ કરતા હતા.પરણિતા હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ રાખવામાં આવી છે.સમગ્ર મામલે પોલીસે સઘન તપાસ ચાલુ કરી છે.
જામનગરના દિગ્વિજય પ્લોટ વિસ્તારની શેરી નં.૪૯ પાછળ આવેલા સુભાષપરામાં રહેતાં જયશ્રીબા સુભાષસિંહ ચૌહાણ (ઉ.વ.૩૪) નામના પરિણીતાએ ગઈકાલે સવારે નવેક વાગ્યે પોતાના ઘરે શરીર પર જવલનશીલ પ્રવાહી છાંટી દિવાસળી ચાંપી દેતા જોતજોતામા તેઓ ભળભળ સળગી ઉઠયા હતાં. ઉપરોક્ત બનાવ વેળાએ ઘરમાં હાજર અન્ય લોકોએ પોલીસ તથા ૧૦૮ ને જાણ કરતાં બન્ને દોડી આવ્યા હતાં.
અત્યંત દાઝી ગયેલા જયશ્રીબાને એમ્બ્યુલન્સમાં સારવાર માટે જી.જી.હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. જયાં તેણીનું ગઈકાલે રાત્રે મૃત્યુ નિપજયું છે. સુમીત્રાબા બકુલસિંહ રાઠોડે પોલીસમાં નિવેદન આપ્યું છે. તેઓના જણાવ્યા મુજબ જયશ્રીબાને તેમના માતાએ કામ બાબતે ઠપકો આપતા માઠુ લાગી આવવાથી તેણીએ અગ્નિસ્નાન કર્યું હતું. એએસઆઈ ડી.જે.જોષીએ મૃતદેહનું પીએમ કરાવી તપાસ હાથ ધરી છે.
મહિલા પોલીસ મથકના પીએસઆઇ આર. એ. વૈશાલીબેનની ફરિયાદના આધારે ચનિયારાએ મામા અને તેના બે પુત્રો ભરત અને મયંક અને તેના પતિ કિશોર રાઠોડ સામે આઇપીસીની કલમ ૪૯૮ છ, ૩૨૩ અને ૧૧૪ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.