પતિ જેલમાં ગયો ત્યારે શિલ્પાએ તેના ઘણા પ્રોજેક્ટ ગુમાવ્યા:રાજ કુન્દ્રાનો ખુલાસો

મુંબઇ, શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુન્દ્રા પર ૨૦૨૧માં અશ્લીલ ફિલ્મો બનાવવાનો આરોપ લાગ્યો હતો. આરોપ લાગતાની સાથે જ તેની ધરપકડ પણ કરવામાં આવી હતી. હવે એક ઈન્ટરવ્યુ દરમિયાન રાજ કુન્દ્રાએ આ અંગે ખુલીને વાત કરી છે. તેણે કહ્યું,’તે સમયે મારી પત્ની શિલ્પા શેટ્ટીને મારા કારણે ઘણું સહન કરવું પડ્યું હતું’.

એક ચેનલને આપેલા ઈન્ટરવ્યુમાં પોતાની પીડા વ્યક્ત કરતા રાજે કહ્યું,’આ ઘટના બાદ મારા પરિવારને ઘણો સામનો કરવો પડ્યો. જે થયું તે ખૂબ જ અનફેર હતું’. જ્યારે રાજને પૂછવામાં આવ્યું કે શું પોર્નોગ્રાફી પર ટ્રોલ થવાથી તેમના લગ્ન જીવન પર કોઈ અસર પડી છે?

તેના પર રાજે કહ્યું,’આ આખા મામલાની તેના લગ્ન જીવન પર કોઈ અસર થઈ નથી. કારણ કે અમે એકબીજાને સારી રીતે ઓળખીએ છીએ. પરંતુ તે દરમિયાન જે કંઈ બન્યું તે ખૂબ જ ભયંકર હતું’. રાજ કહે છે કે તેને તેની પત્ની શિલ્પા પાસેથી ઘણી હિંમત મળી.

રાજે ખુલાસો કર્યો કે,જ્યારે શિલ્પાને આ વિશે પહેલીવાર ખબર પડી ત્યારે તે હસી પડી હતી. શિલ્પાએ કહ્યું હતું કે આ સાચું નથી. રાજે આગળ કહ્યું- જો તમે એક જ ઘરમાં રહેતા હોવ અને તેમાં પોર્નોગ્રાફિક ફિલ્મ જેવી કોઈ વસ્તુ સામેલ હોય, તો તમને ચોક્કસ ખબર પડી જશે.

રાજે કહ્યું કે મારી પત્ની શિલ્પા શેટ્ટીએ જે બન્યું તેનો ભોગ બનવું પડ્યું. શિલ્પાએ તેના ઘણા કોન્ટ્રાક્ટ અને ટેલિવિઝન પ્રોજેક્ટ ગુમાવ્યા. તેણે કહ્યું કે મારી સાથે આ બધું એટલા માટે થયું કારણ કે મેં એક સેલિબ્રિટી સાથે લગ્ન કર્યા છે. જો આવું ન થયું હોત તો આટલું નુક્સાન ન થયું હોત. રાજનું માનવું છે કે જેમણે આ કર્યું તેનું નિશાન રાજ નહીં પરંતુ તેની પત્ની શિલ્પા અને બાળકો હતા.

રાજે પુત્ર વિયાન વિશે કહ્યું કે તે સમયે તે ૧૦ વર્ષનો હતો. શિલ્પાએ તેના પુત્રનું નામ ગુગલ કરવાની મનાઈ કરી હતી. વિયાન તેને જેલમાં પત્રો લખતો હતો. તેણે કહ્યું- જ્યારે વિયાને શિલ્પાને પૂછ્યું કે શું થઈ રહ્યું છે, તો તેણે કહ્યું કે ઘણા પ્રશ્ર્નો છે જેના જવાબ પપ્પાએ આપવાના છે. તે જલ્દી પાછા આવશે. જોકે વિયાને ખૂબ જ બહાદુરીથી તેનો સામનો કર્યો હતો, પરંતુ તે તેના જન્મદિવસ પર રડ્યો હતો.

મોબાઈલ એપ્સ પર અશ્લીલ ફિલ્મો બનાવવા અને અપલોડ કરવા બદલ જુલાઈ ૨૦૨૧માં રાજની ધરપકડ કરવામાં આવી હતી. લગભગ ૨ મહિના પછી તેને જામીન મળી ગયા, ત્યારબાદ ૨૦૨૨માં તેણે સીબીઆઇને પોતાની નિર્દોષતા અંગે અપીલ કરી. રાજે ગયા વર્ષે ફિલ્મ યુટી ૬૯’ દ્વારા, તેના પર આરોપ લાગ્યા ત્યારથી લઈને તેણે જેલમાં વિતાવેલ બે મહિના સુધીની તેની સમગ્ર વાર્તા કહી. રાજ અને શિલ્પાએ ૨૦૦૯માં લગ્ન કર્યા હતા. લગ્નના થોડા વર્ષો બાદ ૨૦૧૨માં પુત્ર વિયાન અને ૨૦૨૦માં પુત્રી સમિષાનો જન્મ સરોગસી દ્વારા થયો હતો