
રાંચી,
શાહરુખ ખાનની ફિલ્મ પઠાણનું એક ગીત રિલીઝ થતાંની સાથે જ દેશભરમાં અનેક જગ્યાએ વિરોધ થવા લાગ્યો છે. ફિલ્મમાં દીપિકાએ કેસરી રંગનાં કપડાં પહેર્યાં હોવાથી કેટલાક લોકોએ આપત્તિ નોંધાવી છે. ત્યારે ઝારખંડમાં એક યુવકે ફિલ્મનો ખૂબ જ અનોખી સ્ટાઈલમાં વિરોધ કર્યો. ફિલ્મ ગેંગ્સ ઓફ વાસેપુરમાં જેમ મનોજ બાજપાયી ધમકી આપવા માટે ટેમ્પો પર સ્પીકર અને માઈક લઈને નીકળે છે, એવી જ રીતે આ યુવક પણ રથ પર સવાર થઈને હાથમાં ગદા લઈ, માઈક પર બહિષ્કારનું આહવાન કરતો જોવા મળ્યો.