પઠાન જેવી ફિલ્મ સમયની બરબાદી: એક્સ રો ચીફ

મુંબઇ, રિસર્ચ એન્ડ એનાલિસિ વિંગ(રો)ના પૂર્વ ચીફ વિક્રમ સૂદે ભારતમાં બનનારી સ્પાઈ ફિલ્મો પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે આપણા દેશમાં જાસૂસી બેકગ્રાઉન્ડવાળી ફિલ્મો રિયાલિટીથી ઘણી દૂર રહે છે. વિક્રમે કહ્યું કે તેમણે શાહરૂખ ખાનની સ્પાઈ થ્રિલર પઠાનને જોઈ પણ નથી અને જોવા માંગતા પણ નથી.

પૂર્વ રો ચીફનું કહેવું છે કે આવી ફિલ્મોને આપણે એન્જોય માટે જોઈ શકીએ છે. જોકે આપણે સત્ય શોધવા જઈશું તો નિરાશા જ મળશે. વિક્રમે કહ્યું કે તેમણે સલમાન ખાનની ૨૦૧૨માં આવેલી ફિલ્મ એક થા ટાઈગર જરૂર જોઈ છે. વિક્રમે કહ્યું છે કે આ ફિલ્મને જોયા પછી તેમને ખૂબ જ હંસવું આવ્યું હતું.

ધ રણવીર શોમાં વાત કરતા વિક્રમ સૂદે કહ્યું કે અહીંની સ્પાઈ ફિલ્મોમાં આર્ટની અછત છે. તેમણે કહ્યું કે મેં પઠાનને જોઈ નથી અને તેને જોઈને સમય પણ બરબાદ ન કરવો જોઈએ. તેને આના કરતા વધુ સારી બનાવી શકાઈ હોત.