કર્ણાટકમાં ૨૮ વર્ષીય વિવાહિત મહિલાને તેના અસહજ ફોટાનો ઉપયોગ કરીને બ્લેકમેલ કરવાનો અને ઇસ્લામ ધર્મ અપનાવવા માટે મજબૂર કરવાના આરોપમાં સાત લોકો વિરૂદ્ધ એફઆઇઆર નોંધી છે. પોલીસના અનુસાર પીડિત મહિલાએ પોતાની ફરિયાદમાં આરોપ લગાવ્યો છે કે આરોપીએ પોતાની પત્ની સામે રેપ ગુજાર્યો અને તેને બુરખો પહેરાવ્યો અને માથા પર ’કંકુ’ નહી લગાવવા માટે મજબૂર કરવામાં આવી.
પીડિત મહિલાએ આરોપ લગાવ્યો કે આરોપી રફીક અને તેની પત્નીએ પીડિત મહિલા સાથે છેડતી કરી અને તેની સાથે યૌન સંબંધ બનાવ્યા. ત્યારબાદ તેના અંતરંગ ફોટા લીધા, જેના દ્વારા તેને પીડિત મહિલાને બ્લેકમેલ કરી અને કહ્યું કે તે ઇસ્લામ ધર્મ અપનાવી લે.
પોલીસે જણાવ્યું હતું કે રફીક અને તેની પત્નીએ મહિલાને ૨૦૨૩ માં બેલાગાવીમાં તેમના ઘરે રહેવા દબાણ કર્યું હતું અને માંગ કરી હતી કે જે તે કહે તેનું પાલન કરે. મહિલાનો આરોપ છે કે ગયા વર્ષે જ્યારે તે ત્રણેય સાથે રહેતા હતા ત્યારે રફીકે તેની પત્નીની સામે જ તેની સાથે બળાત્કાર ગુજાર્યો હતો. બેલાગવીના એસપી ભીમાશંકર ગુલેડાએ જણાવ્યું હતું કે તે જ મહિનામાં દંપતીએ કથિત રીતે મહિલાને ’કુમકુમ’ ન પહેરવાનું કહ્યું હતું અને તેને બુરખો પહેરવા અને દિવસમાં પાંચ વખત નમાઝ અદા કરવા દબાણ કર્યું હતું. મહિલાએ આરોપ લગાવ્યો છે કે તેની વિરુદ્ધ જાતિ આધારિત અપશબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
મહિલાએ પોતાની ફરિયાદમાં કહ્યું કે રફીકે તેને પોતાના પતિને છુટાછેડા આપવા માટે કહ્યું અને ધમકી આપી કે જો તે તેની વાત નહી માને તો તે તેના અંતરંગ ફોટા લીક કરી દેશે. તેણે કહ્યું ક દંપતિએ તેને ધર્મપરિવર્તન ન કરવા પર જાનથી મારી નાખવાની ધમકી આપી. મહિલાની ફરિયાદના આધારે સાત લોકો વિરૂદ્ધ સૌંદતીમાં એફઆઇઆર દાખલ કરવામાં આવી છે. તેમના પર ’કર્ણાટક ધર્મની સ્વતંત્રતાના અધિકાર સંરક્ષણ, અધિનિયમ’. આઇટી એક્ટની પ્રાસંગિક કલમો, એસસી/એસટી અધિનિયમ અને ભારતીય દંડ સંહિતા અંતગર્ત આરોપ લગાવ્યા છે. જેમાં બળાત્કાર, અપહરણ, બંધક અને આપરાધિક ધમકી સામેલ છે.