પતંગોત્સવ દરમ્યાન દોરીથી ધાયલ પક્ષીઓને બચાવવા મહીસાગર કરૂણા અભિયાનની સાવચેતીના પગલા લેવા અપીલ

મહિસાગર, પતંગોત્સવ દરમ્યાન દોરીથી ધાયલ પક્ષીઓને બચાવવા કરૂણા અભિયાન અતંર્ગત ફકત ઉતરાયણના દિવસે પતંગ ચગાવીએ, વૃક્ષો/ઈલેકટ્રીક લાઈન અને ટેલીફોનથી દુર પતંગ ચગાવીએ, ધાયલ પક્ષીને જોતા તરત જ નજીકના પશુદવાખાના અથવા સરકારી કેન્દ્રનો સંપર્ક કરવો, ફસાયેલી દોરીનો નિકાલ કરવો વગેરે બાબતોને ધ્યાનમાં રાખવા અપીલ કરી હતી.

પતંગોત્સવ દરમ્યાન વહેલી સવારે અને સાંજના સમયે પતંગ ન ચગાવીએ, ચાઈનીઝ,સિન્થેટીંક કે કાચથી પીવડાવેલી દોરીનો ઉપયોગ ન કરીએ, ધાયલ પક્ષીના મોઢામાં પાણી કે ખોરાક ન મુકીએ સારવાર કેન્દ્રનો સંપર્ક કરવો, સાંજે અથવા રાત્રિએ આ દિવસોમાં ફટાકડા ન ફોડીએ/લાઉડ સ્પિકર કે ડી.જે. ન વગાડીએ, ધાયક પક્ષીની સારવાર જાતે ન કરીએ કે તેના પર પાણી ન રેડવા અપીલ કરી હતી.