પતંગના નકામા દોરાઓ એકત્રિત કરી તેનો નાશ કરતું કોમર્સ કોલેજ ગોધરા એનએસએસ યુનિટ

ગોધરા, યુવાનો માટેના સર્વ શ્રેષ્ઠ તહેવારો પૈકીનો એક એટલે ઉતરાયણ…. દાન અને પુણ્યનો મહિમા દર્શાવતો તહેવાર એટલે ઉત્તરાયણ…. પતંગ રસિયાઓ માટેનો અનેરો ઉત્સવ એટલે ઉત્તરાયણ…. અને ગુજરાતીઓ માટે ઊંધિયું અને જલેબી આરોગવાનો જોરદાર તહેવાર એટલે ઉત્તરાયણ

જી હાં ઉતરાયણના દિવસે યુવાનો ,ખાસ કરીને મોટાભાગે ધાબા ઉપર જઈ પતંગ ચગાવી પેજ લગાવી, એકબીજાના પતંગ કાપી અને આનંદ સાથે આ તહેવારને ઉજવતા હોય છે, પરંતુ ત્યારબાદ કપાયેલા પતંગોના દોરાઓ વેરવિખેર રોડ ઉપર આમતેમ પડ્યા રહે છે. જે દ્વિચક્રી વાહનોના ટાયરમાં ફસાઈ જાય છે. વૃક્ષો ઉપર કે થાંભલા ઉપર લટકેલા દોરાઓમાં પંખીની પાંખ અથવાની ડોક ફસાઈ જાય છે, અને આવા સંભવિત અકસ્માતને ટાળવા સાર્વજનિક કોમર્સ કોલેજ ગોધરા દર વર્ષે એક ભગીરથ કાર્ય કરતી હોય છે અને તે છે. આસપાસની સોસાયટીઓ માંથી આવા નકામા દોરાઓ એકત્રિત કરી તેનો નાશ કરવો.

ચાલુ વર્ષે પણ કોમર્સ કોલેજ ગોધરાના પ્રોગ્રામ ઓફિસર ડો.અરૂણસિંહ સોલંકીની આગેવાનીમાં એનએસએસના વિદ્યાર્થી ભાઈ-બહેનોએ કોલેજ તથા તેની આસપાસની સોસાયટીઓમાં જઈને મોટા પ્રમાણમાં દોરા એકત્રિત કરી તેનો નાશ કરી અને એક સુંદર કાર્ય કર્યું છે અને આવું જ કાર્ય બધા યુવાનો કરે તે વર્તમાન સમયની તાતી જરૂરિયાત લાગે છે.

સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન એનએસએસ લીડર કુ. નીશી શાહ અને માનસી ખરાદીએ કર્યું હતું એફવાય બીકોમની બહેનોએ ખૂબ સરસ સહકાર પૂરો પાડ્યો હતો.