પાટણ, પાટણના ખાણખનીજ અધિકારીની કારમાં જીપીએસ ટ્રેકર લગાવીને જાસૂસી કરવાના મામલે પાટણ પોલીસે એક શખ્શની અટકાયત કરી છે. વિક્રમ ઠાકોર નામના યુવકને પાટણ પોલીસે પૂછપરછ હાથ ધરી છે અને હવે ટ્રેકર પુરુ પાડનાર આરોપીને ઝડપવાની દીશામાં કાર્યવાહી શરુ કરાઈ છે.જીપીએસના બારકોડ આધારે પોલીસે વિક્રમ ઠાકોર નામના શખ્શની અટકાયત કરી છે.
પોલીસને દિલ્હી સુધીનું આ મામલે પગેરું મળ્યું છે અને જેને લઈ હવે જીપીએલ ટ્રેકર આપનાર દિલ્હીના શખ્સને પણ શોધવામાં આવી રહ્યો છે. જે હાલમાં ભૂગર્ભમાં ઉતરી ગયો છે. પાટણ પોલીસે ભૂસ્તરશાસ્ત્રીની કારમાં જીપીએસ ટ્રેકર લગાવવાને લઈ ફરિયાદ નોંધીને તપાસ શરુ કરી હતી. જેને લઈ હવે આખાય જાસૂસી નેટવર્કને ઝડપી લેવા માટે પ્રયાસો શરુ કરવામાં આવ્યા છે.