પાટણના સાતલપુરમાં ૪૫થી વધારે ખેડૂતો સાથે સોલાર પાવર નામે છેતરપિંડી થઇ

પાટણ, પાટણ જિલ્લાના સાતલપુર તાલુકાના નલીયા ફીડરમાંથી ૪૫થી વધારે ખેડૂતોને સોલાર પ્રોજેક્ટ મંજૂર કરી આપવામાં આવેલા જેને લઈને ખેડૂતો દ્વારા વધુ આવક થાય તેના માટે એગ્રીમેન્ટ કરી લોનો લેવામાં આવેલી પરંતુ ખેડૂતો સાથે થયું ચીટીંગ નકલી અધિકારી બાદ નકલી અલગ અલગ વસ્તુઓ પકડાઈ રહી છે ટોલટેક્સ હોય કે નકલીઓ ઓફિસ હોય તેવું જ નકલીનો ખેલ આવ્યો સામે છે.

પાટણ જિલ્લાના સાતલપુર તાલુકાના નલિયા ફીડરમાં ૪૫થી વધારે ખેડૂતો દ્વારા સોલાર મંજૂર કરાવી પોતાના બોર ચલાવી શકાય અને વધુ આવક મળી શકે તેને લઈને વિધુત બોર્ડના અધિકારીઓ પાસેથી કાગળની કાર્યવાહી કરી મંજૂર કરાવી અને સોલાર પ્રોજેક્ટ લગાવવામાં આવેલો જે પ્રોજેક્ટ લગાવનાર એજન્સી પાવર ટેક સોલાર પ્રોજેક્ટ લિમિટેડ સુરેન્દ્રનગર ની કંપની દ્વારા ૪૫ થઈ વધારે ખેડૂતો ઉપર લોન કરાવી સોલાર પ્રોજેક્ટ લગાવી.

ખેડૂતોના અંદાજી ૨૦ કરોડથી વધુની લોન મંજૂર કરાવી ઉપાડી લઈ ખેડૂતો સાથે નકલીનો ખેલ પાડ્યો ખેડૂતોને લગાવવામાં આવેલી સોલાર પ્લાન્ટ ના ઇન્વેટરો ડુબલીકેટ નાખી ખેડૂતોના રૂપિયા ઉપાડી લઈ ખેડૂતો સાથે ચીટીંગ કરી ખેડૂતોને દેવાદાર બનાવી નાખી ખેડૂતોને લોનની નોટિસો આપવામાં આવી સોલાર પ્રોજેક્ટ બંધ થવાના કારણે ખેડૂતોને આવક બંધ થઈ જતા ખેડૂતો ઉપર આફત આવી પડી છે.

ખેડૂતોને પોતાના ઘરના દાગીના અને મિલગતી વેચીને પૈસા ભરવાનો વારો આવ્યો છે કંપનીના અધિકારીઓ ને ખેડૂતો ફોન કરી અને છેલ્લા ત્રણ માસથી બંધ પડેલા ખરાબ ઈન્વેન્ટરો નીઉઘરાણી કરતાં ખેડૂતોના ફોન ઉપાડવામાં આવતા નથી વિધુત બોર્ડના અધિકારીઓ દ્વારા વારંવાર કંપનીને નોટિસો પણ આપવામાં આવે છે પરંતુ કંપની દ્વારા નકલીનો ખેલ પાડી દીધેલો હોય તેને લઈને કંપનીના અધિકારીઓ કોઈ વાત સાંભળવા તૈયાર નથી અને ખેડૂતોને જે લગાવેલ ઇન્વેટર બળી ગયેલા હોય ખેડૂતોની આવક બંધ થઈ જતા ખેડૂતોની હાલત કઠોડી બની છે.

ખેડૂતોને બોર પણ બંધ થઈ ગયા અને સોલાર ની આવક પણ બંધ થઈ જતા ખેડૂતોને મહામુસીબતે લોન કેવી રીતે ભરવી તે પ્રશ્ર્નો ઉભો થયો છે વારંવાર ખેડૂતો પાસે નોટિસો આપી પૈસા ભરવા દબાણ કરવામાં આવે છે ત્યારે ખરાબ ઈન્વેન્ટરોની વાત સાંભળવા કંપનીના અધિકારીઓ કોઈ તૈયાર નથી ખેડૂતો પણ આકળા પાણી એ આંદોલનના મૂડમાં ખેડૂતો કોઈ પણ જાતનું દેવામાં ડૂબી અને કૃત્ય કરી બે તો કંપની જવાબદાર રહેશે તેવા ખેડૂતના પરિવારો પણ કહી રહ્યા છે કંપની દ્વારા ખેડૂતોની સર્વિસ આપવાનું અને દરેક જગ્યાએ તેમના માણસો રાખી ચકાસણી કરવાની ખાતરી આપી હતી પરંતુ કંપની દ્વારા કોઈપણ જાતની સર્વિસ આપવામાં આવતી નથી તેને લઈને ખેડૂતોની અંદર રોષ જોવા મળી રહ્યો છે.