પાટણ લોક્સભાના સાંસદ ભરતસિંહ ડાભીએ પરિવહન કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીને કાંકરેજ, રાધનપુર અને સાંતલપુર તાલુકામાંથી પસાર થતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ એનઓ.૧૪ પર ના ૩ ટોલ બુથ પર થી ૨ ટોલ બુથ દૂર કરવાની રજૂઆત કરી આવી છે.
સાંતલપુર પાલનપુર નેશનલ હાઈવે વચ્ચે ત્રણ ટોલ બૂથ બનાવવામાં આવ્યા છે, જેમાં વારાહી ટોલ નાકા છે. કાંકેરાજ તાલુકામાં ભલગામ ટોલ નાકા પણ નેશનલ હાઈવે પર માત્ર ૪૦ કિમીના અંતરે આવેલું છે અને મુડેઢા ટોલ રોડ પર માત્ર ૩૫ કિલોમીટરના અંતરે આવેલું છે. જેના કારણે મુસાફરી કરતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે.
પરિવહન મંત્રાલયના નિયમો અનુસાર, ૬૦ કિમીની અંદર માત્ર એક જ ટોલ હોવો જોઈએ. બે ટોલ બૂથ તાત્કાલિક અસરથી દૂર કરવામાં આવે અને માત્ર એક જ ટોલ બૂથ રાખવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે.